////

અંતે અમદાવાદ ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ હવે ભરાશે

અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસમાં લાંબા સમયની પ્રક્રિયા બાદ 16 જેટલા ઉમેદવારોને કરાર આધારીત સહાયક સબ ઓફીસર તરીકે નિંમણૂક આપવામાં આવતા વિભાગમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ હવે ભરાશે. આ ઉપરાંત કામગીરી સરળતાથી થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા થોડા દિવસો પહેલા જ સરકાર અને મહાનગરપાલિકાઓને નવા ફાયર ઓફિસર્સને ભરતી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. આ બાબતે મળતી માહીતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર વિભાગમાં ઘણાં વર્ષોથી મહત્વની ખાલી પડેલી જગ્યાઓ પર નિંમણૂક આપવામાં આવી નહતી.

થોડા સમય અગાઉ 14 વર્ષના સંઘર્ષ બાદ ફાયર વિભાગમાં વોલિયન્ટર્સ તરીકે ફરજ બજાવનારાઓને નિંમણૂક આપવામાં આવી હતી. અમદાવાદ શહેરના વિસ્તારમાં વધારો થવાની સાથે ફાયર વિભાગમાં મહત્વની કહેવાય તેવી જગ્યાઓ ભરવામાં આવતી નહોતી. શનિવારે અમદાવાદ ફાયર વિભાગમાં 22 પૈકી 16 ઉમેદવારોને સહાયક સબ ઓફીસર તરીકે નિંમણૂક આપવામાં આવી છે.

નોંધનીય છે કે ફાયર વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી કોમ્યુનિકેશન ઓફીસર સહીતની અનેક જગ્યા ઉપર ચાર્જ આપીને કામગીરી કરાવવામાં આવી રહી છે. રાજ્યના દરેક કોર્પોરેશનમાં પણ ભરતી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.