/

વડોદરા: માતા-પુત્રીની ચકચારી ઘટનામાં રહસ્ય પરથી પડદો ઊંચકાયો

પતિએ જ પત્ની અને માસુમ પુત્રીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઝેર પીવડાવી દીધું

Vadodara Mother Daughter Murder Case

ગતરોજ વડોદરામાં માતા પુત્રીના મોતને લઈ પોલીસ તપાસમાં પતિની કરતૂતોનો પર્દાફાશ થયો છે. પતિએ જ પત્ની અને માસુમ પુત્રીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, પોલીસ તપાસમાં માતા-પુત્રીની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ, ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માંગણીઓ જેવા વિવિધ કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય બાબત એ છે કે, વડોદરા શહેર-જિલ્લામાં પતિ દ્વારા પત્નીની હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે. આ રીતે બની રહેલા ગુનાઓ આજકાલના કથળી રહેલા સામાજીક સ્તર તરફ આંગળી ચીંધી રહ્યા છે.

પતિ તેજસ પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પતિ તેજસ પટેલે પહેલા પુત્રી અને બાદમાં પત્નીને ઝેર આપી કરી હત્યા હતી.બે દિવસની આકરી પૂછપરછ બાદ આરોપી પતિએ કરી કબુલાત. પોલીસે મધરાતે ગુનો દાખલ કર્યો હતો. ચોકલેટમાં ઝેર આપીને હત્યા કરી હોવાની આશંકા છે. પતિના આડાસંબંધમાં કાંટા રૂપ બનતા તેજસ પટેલે પત્ની અને પુત્રીની હત્યા કરી હતી

Leave a Reply

Your email address will not be published.