
વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 8 પોઝિટિવ કેસ નોંધાયા છે.. ત્યારે લોકડાઉનમાં ખંડેરાવ માર્કેટમાં ભારે ભીડ થતી અટકાવવા માટે શાકભાજી માર્કેટને પોલો ગ્રાઉન્ડ હેઠળ ખસેડવામાં આવ્યું છે.. વડોદરા શહેરમાં વર્ષોથી ખંડેરાવ માર્કેટ ખાતે શાકભાજી, ફ્રૂટ અને ફૂલ બજાર ભરાય છે ત્યારે હાલ કોરોના વાયરસને લઈને કરાયેલા લોકડાઉનના કારણે સાંકળી જગ્યામાં ભીડ થતી અટકાવવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખંડેરાવ માર્કેટ પોલો ગ્રાઉન્ડ હેઠળ ખસેડવાનો નિર્ણય લેવાયો છે.. તો સાવચેતીના ભાગરૂપે મનપા દ્વારા નિર્ણય લેવાયો છે.. સમનપા અને પોલીસની ટીમ દ્વારા માર્કેટને પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવ્યું હતું અ ત્યા માર્કિંગ કરીને વેપારીઓને ધંધો કરવા માટે જગ્યા ફાળવવામાં આવી છે.. તો તમામ ગ્રાહકો અને વેપારીઓ છુટા-છવાયા રહે અને ભીડના થાય તે માટે આ નિર્ણય લેવાયો છે..