//

Breaking News : કોરોનાને લઇ રાજ્યની રાજનીતિ તેજ, વડોદરા કોંગ્રેસ કાર્યકરની અટકાયત

કોરોના વાઇરસને લઇ રાજ્યમાં રાજનીતિ પણ થઇ રહી છે ત્યારે વડોદરામાં ફેસબુક પર અફવા ફેલાવાનો મામલે કોંગ્રેસના હોદ્દેદાર હરીશ પટેલએ પોસ્ટ કરી હતી. જે પોસ્ટ બાદ વિવાદ થયો હતો અને અંતે વડોદરાના છાણી પોલીસે હરીશ પટેલની અટકાયત કરી છે. હરીશ પટેલે ભાજપના કાર્યકર ગરીબોને અનાજનું ફોર્મ ભરાવવાના નામે મજાક કરતા હોવાની પોસ્ટ કરી હતી. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલે છાણી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે આજે હરીશ પટેલની અટકાયત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.