///

વલસાડ: CM રૂપાણીએ ધરમપુર ખાતે અટલ-સેવા-શટલ આરોગ્ય સથનો કરાવ્યો ઈ-શુભારંભ

આજે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી છે. ત્યારે આ દિવસને ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે રાજ્યના CM રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી વલસાડના ધરમપુર ખાતે અટલ-સેવા-શટલ આરોગ્ય રથનો ઈ-શુભારંભ કરાવ્યો છે. તેમણે જણાવ્યું કે, અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે લોકોને આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપલબ્ધ કરાવીને લોકોનું જીવન ધોરણ ઊંચુ આવે તેવા પ્રયત્નો થાય તે જ સાચું ગુડ ગવર્નન્સ છે.

CM રૂપાણીએ કહ્યું કે, શ્રીમદ રાજચંદ્ર મિશને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના છેવાડાના આદિવાસી વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિની રક્ષા તેમજ શ્રીમદ રાજચંદ્રના સિદ્ધાંતો, સર્વ જીવોના કલ્યાણ માટેના તેમના પ્રયત્નો કર્યા છે તે ખૂબ જ સરાહનીય છે. શિક્ષણના માધ્યમથી લોકો શિક્ષિત બને અને આરોગ્ય દ્વારા લોકોના જીવનમાં બદલાવ આવે તે ખૂબ જરૂરી છે. એટલે આજે ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે અટલ-સેવા-શટલ આરોગ્ય રથનો શુભારંભ આ વિસ્તારના લોકો માટે એક મહત્વનો બન્યો છે. ગામડાના અંતરિયાળ વિસ્તારમાં લોકોના આરોગ્યની સુવિધા આ અટલ-સેવા-શટલ દ્વારા સારી રીતે પહોંચાડી શકીશું. લોકોનું સ્થળ પર જ નિદાન થાય, દવા મળે અને લોકો નિરોગી બને તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બહેનો અને બાળકો કુપોષણમાંથી પોષણયુક્ત બને તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, અટલજીના જીવનમાં હંમેશા રાષ્ટ્રવાદની ભાવના પ્રથમ હતી. જેમાં ભારત પ્રથમ અને ભારતમાતા પરમ વૈભવના શિખરો સર કરે તે અટલજીની કલ્પના હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આત્મનિર્ભર ભારત અભિયાનને બળ આપીને ભારત જગત જનની બને તે દિશામાં આગળ વધી રહ્યાં છે, ત્યારે આવનારા દિવસોમાં અટલજીની કલ્પના મુજબ આ દેશની સંસ્કૃતિ, પરંપરા, વિરાસત અને ઈતિહાસ પુનઃઉજાગર થશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

આ અટલ-સેવા- શટલ આરોગ્ય રથના મુખ્ય બે ભાગ રહેશે. જેમાંથી ભાગ-1માં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના તમામ ગામોમાં કેન્દ્ર અને રાજય સરકારની આરોગ્યર અને મહિલા બાળ કલ્યાણની તમામ કલ્યા‍ણકારી યોજનાઓ લોકહૃદય સુધી પહોંચે તથા તેની અક્ષરશઃ અમલવારી થાય તે માટે પ્રધાનમંત્રી માતૃવંદના, આંગણવાડી કેન્દ્ર , રાષ્ટ્રીય પોષણ અભિયાન, પૂર્ણા, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વં, કુપોષણ મુકત ગુજરાત, બાલ સખા, બાળ સંજીવની, ચિંરજીવી, મા કાર્ડ/મા વાત્સવલ્યક/ આયુષ્મામન ભારત, જનની સુરક્ષા, વ્હાચલી દિકરી જેવી યોજના હેઠળ બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓની સંભાળ, વનરેબલ પોપ્યલેશનમાં વરિષ્ઠક નાગરિકો, ટી.બી, ડાયાબીટીસ, હાઇપર ટેન્શન જેવા રોગથી પીડાતા લોકોની વિશેષ સંભાળ લેવાશે.

તો ભાગ-2માં સામાજિક સુરક્ષા હેઠળ વિધવા સહાય, ઇન્દિરા આવાસ, સંકટ મોચન, નિરાધાર વૃદ્ધ પેન્શન, અટલ પેન્શન, કુવરબાઇનું મામેરૂ, દિવ્યાંગ શિષ્યમવૃત્તિ/સાધન સહાય/ ડીસેબીલીટી પેન્શપન/ સંત સુરદાસ, પી.એમ. કિસાન, કૃષિ યોજનાઓ સહિત તમામ નાગરિકોનું લાભાર્થી યોજનામાં 100 ટકા નામાંકન થાય અને તેમના સુધી લાભ પહોંચે, રાશન કાર્ડની તમામ સેવા, હક્કપત્રમાં વારસાઇ નોંધ, મકાન સહાય જેવી યોજનાઓનો લાભ ઘરબેઠાં મળી રહે તેવી વ્યસવસ્થા ગોઠવવામાં આવશે.

આ ઉપરાંત અટલ-સેવા-શટલ સેવાના લાભ માટે રૂટ નક્કી કરવામાં આવશે. આ રથમાં મેડીકલ સ્ટાફ સહિત રેવન્યુ તલાટી પણ રહેશે જે લોકોના લાભાર્થીઓના ફોર્મ ભરી જેતે શાખાને મોકલી આપશે. સંબંધિત ગામોમાં રથના કાર્યક્રમ અંગે બે દિવસ અગાઉ જાણ કરવામાં આવશે જેથી તલાટી સરપંચ સહિત દ્વારા ગામમાં પ્રચાર કરી વધુને વધુ લોકો લાભ લે તેવા પ્રયાસો કરાશે.

Leave a Reply

Your email address will not be published.