/

ભુરીયા કહેવાતા વનરાજે કર્યું પાલતુ પશુનું મારણ સોશ્યલ મીડિયા માં વિડીયો થયો વાયરલ

અમરેલી જિલ્લાના રાજુલા આદસંગ પંથકના ચાર  ભુરિયા સાવજોના ખાંભા પંથકમાં ધામા નાખતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ચાર ભુરિયા સિંહોએ કર્યું ખાંભાના ગીર વિસ્તારમાં પાલતુ પશુનું મારણ કરાયું હોવાના અહેવાલ મળી રહ્યા છે પાલતુ પશુના મારણના પગલે માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ખાંભા પંથકમાં  ગત રાત થી જંગલ છોડી શહેર તરફ આવેલા ચાર ભુરીયા સિંહો દેખાવમાં અતિ આકર્ષક એવા આ ચાર સિંહ  આ પંથકમાં ધાક જમાવી બેઠા છે અને લોકો ઘરની બહાર પણ નીકળતા ડરી રહ્યા છે.

આ ચારેય સિંહો પોતાનો જંગલ વિસ્તાર છોડી અને ખાંભા વિસ્તારમાં આવી પોતાની ધાક જમાવી પાલતુ પશુઓના મારણ કરી રહયા છે અને ગમેત્યા ગેમતેમ ફરી રહ્યા છે. રાજુલા પંથક છોડી ખાંભા પંથકમાં પહોંચેલા ચારેય ભુરીયા સિંહો પાલતુ પશુનું મારણ કરતા હોઈ તેવો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને ચારેય ભુરીયા સિંહોના લોકેશનની શોધખોળમાં લાગી ગયું છે.

Leave a Reply

Your email address will not be published.