/

રાજકોટની રાજનીતિમાં જોરદાર બદલાવ, આ ઉદ્યોગપતિ જોડાશે આમ આદમી પાર્ટીમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી બચ્યાં છે ત્યારે રાજકીય પાર્ટી માં ગતિવિધિ તેજ થઈ ચૂકી છે કોઈ પોતાની જૂની પાર્ટીને છોડીને નવી પાર્ટી માં જોડાવા જઈ રહ્યું છે તો કોઈ પોતાની જ પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ગઇકાલે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા તમામ સંકેતો તેમને પોતે જ આપ્યા હતા. ત્યારે હવે રાજકોટના ઉદ્યોગપતિઓ પણ આમ આદમી પાર્ટી માં જોડાવા જઈ રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા સહિતના પૂર્વ હોદ્દેદારો તેમજ પ્રવર્તમાન હોદ્દેદારો પૈકી કેટલાક હોદ્દેદારો તેમજ તેમના સમર્થકો આમ આદમી પાર્ટીમાં આવતા અઠવાડિયે વિધિવત રીતે જોડાશે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા એ જણાવ્યું હતું કે લોકો પ્રવર્તમાન શાસક પક્ષ થી નાખુશ છે. તેમની નીતિ પ્રજાહિતમાં નથી ત્યારે જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે શિક્ષણ અને આરોગ્ય માં જે પ્રકારે પ્રજાલક્ષી કાર્ય કર્યું છે તેનાથી પ્રેરાઈને હું ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં દિલથી જોડાયો છું ત્યારે આગામી સમયમાં આવતા અઠવાડિયે અન્ય પૂર્વ હોદ્દેદારો તેમજ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈશ.

Leave a Reply

Your email address will not be published.