//

વીરપુર પેપરકાંડમાં વિધાર્થીઓ પાસે પટાવાળાનું કરાવ્યું કામ ફોટા થયા વાયરલ : NSUI લાલઘૂમ

વીરપુર 19 March

હરેશ ભાલીયા

રાજકોટ પોરબદંર હાઇવે પર ગઈકાલે બે સ્થળ પર થી ઉતારવાહીઓ મળી હતી જેની પોલીસ તપાસ કરી રહી છે બિન વારસુ ઉત્તરવહીઓ ક્યાંની છે કોણ મૂકી ગયું તે તપાસ હજુ પતિ નથી ત્યાંજ વધુ એક બોર્ડની વિધાર્થીનીનો સામે આવતા વાલી મંડળમાં રોષ જોવા મળી રહ્યો છે બોર્ડની પરીક્ષા આપતી વિધાર્થીનીઓ પાસે સુપરવાઈઝરે કલાસમાં ચા નાસ્તા અને પટાવાળાના કામ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે તેમના ફોટા અને વિડીયો પણ આજે સોસીયલ મીડિયામાં વાયરલ થતા હવે શિક્ષણ જગત નો આ વધુ એક કલનકીટ કિસ્સો સમાજ માટે લાંછનરૂપ બની રહ્યો છે વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ માટે અને પરીક્ષા આપવા માટે સ્કૂલમાં મોકલે છે ત્યારે સ્કૂલ સતાવાળા નબળા અને સામાન્ય વિધાર્થી પાસે થી પટાવાળાના કામ કરાવી તેમનું સોસણ કરતા હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે.

ગુજરાત સરકાર એક તરફ ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણને વધુ પ્રાધન્ય આપવા ની વાતો કરે છે ત્યારે આવા કિસ્સા થી વિધાર્થી સંગઠનો પણ માહિતગાર છે છતાં શિક્ષણ વિભાગ સામે આકરા પગલાં ભરવાને બદલે તેમને છાવરી રહ્યા હોવાનું વાલીઓ એ જણાવ્યું હતું ગઈકાલે જયારે રસ્તા પરથી ધોરણ 10 અને 12ના પેપર કાંડની તપાસ કરવા આવેલ અધિકારીની સરભરા વિદ્યાર્થી પાસે કરાવી હતી જેના પગલે આજે વીરપુર પંથકમાં વાલીઓમાં ઉગ્રરોશ જોવા મળી રહ્યો છે રસ્તા પર વિખરાયેલા પેપર કાંડની તપાસ અહીં જલારામ વિદ્યાલયમાં ચાલી રહેલ છે.

જલારામ વિદ્યાલય વીરપુર શાળાનો વિડ્યો માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્રમાં જ નહિ ગુજરાત ભરમાં વાયરલ થતા સમગ્ર ઘટનાની વિધાર્થી સંગઠને માંગ કરી છે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી ચા- પાણીની સેવામાં રોકી તેમની પાસે ચાના કપ પણ ધોવડાવ્યા હતા ગઈકાલે બિનવારસુ પેપરનો ઢગલો મળી આવ્યો ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ કાફલો તપાસ માંપહોંચ્યો ત્યારે સ્કૂલ સંચાલકોએ પટાવાળા ના બદલે અભ્યાસ કરતા વિધાર્થીઓને હાજર રાખી કચેરીના કામો કરાવ્યા હતા.

આ બાબતે NSUIના ગુજરાત મહામંત્રી એ જાણવાયું હતું કે રાજ્યની તમામ સરકારી સ્કૂલોમાં વિધાર્થીઓ પાસે કચરા પોતા અને ચાઇ પાણી ના વાસણો સાફ કરાવવામાં આવે છે તેવું અમારા ધ્યાને અનેક વખત આવેલ છે તેમની અમો એ રજુઆત પણ કરી છે પરંતુ ભેરી મૂંગી સરકાર સ્કૂલ સંચાલકો સામે પગલાં ભરવાને બદલે પોતાની વાહ વાહ કરાવવામાં મશગુલ રહે છે અને સરકારી લાભો મેળવવા વિધાર્થીઓના ભાવિ સાથે ચેડા કરે છે તેની સામે NSUIને જરૂર પડ્યે વાલી મંડળને સાથે રાખી સરકારમાં રજૂઆત કરીશું અને આંદોલન કરવું પડશે તો આંદોલન પણ કરીશું તેમ NSUI ના મઁત્રી નિખિલ સવાણીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.