/

વીરપુર જલારામમાં આજે નહિ ગુંજે જલ્યાણનો નાદ

સંત શિરોમણી વીરપુર જલારામ મંદિર દેશ અને દુનિયામાં સુવિખ્યાત છે હંમેશા અહીં જલિયાણનો નાદ ગુંજો રહે છે  અને અવિરત ભોજન પ્રસાદ ચાલે છે પરંતુ કોરોના વાયરસ થી આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર અપીલ અને કોરોના સામે ની લડત જનતા કર્ફ્યુમાં વીરપુર ગામ જોડાયું અને ગામ આજે સ્વયંભૂ બંદ પાડી અને કોરોના સામે લાડવા નો નીર્ધાર કર્યો છે આજે 22મી માર્ચ રાજકોટના વીરપુરમાં સજ્જડ બંદ પાડવા માં આવ્યું છે  અને લોકોએ સ્વૈચ્છિ જનતા કર્ફ્યુ કરી કોરોના વાયરસ સામે લડત શરૂ કરી છે ,મંદિર અને આસપાસ ના વિસ્તારના તમામ લોકોએ પોતાની રોજીરોટીની દુકાનો બંદ રાખી જનતા કર્ફ્યુમાં સહકાર આપ્યો  હતો જેના કારણે આવતા દર્શનાર્થીઓ પણ નથી આવ્યા અને વીરપુર ગામ ખાલી જોવા મળતું હતું.

Leave a Reply

Your email address will not be published.