////

વડોદરામાં આજથી શાકમાર્કેટ અને બજારો ફરી ધમધમશે

કોરોના વાયરસના પગલે બંધ વડોદરાની બજારો આજે સોમવારથી રાબેતા મુજબ ખુલશે. વડોદરામાં બજારો ખોલવાની જાહેરાત વેપાર વિકાસ એસોસિએશને કરી છે. આજે સોમવારથી શહેરમાં મંગળબજાર, કડકબજાર, નવાબજાર, ગોરવા અને તરસાલી શાકમાર્કેટ ખુલશે.
આ તકે એસોસિએશનની બેઠકમાં વેપારીઓને નિયમોનું પાલન કરી બજારો ખોલવાની મંજૂરી આપી છે. ઓએસડી વિનોદ રાવ સાથે સાંસદ અને ભાજપ પ્રમુખે વાત કરી હતી. તમામ વેપારીઓ દ્વારા ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું આવે તે પણ કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે શહેરમાં સંક્રમણ વધતા અમદાવાદ જેવી સ્થિતીનું નિર્માણ ન થાય તે માટે મંગળબજાર, ન્યાય મંદિર, મુનશીનો ખાંચો અને ઘડિયાળની પોળ સહિતના ભીડભાડવાળા વિસ્તારો અને મોલ 3 દિવસ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો. જેના પગલે તમામ બજારો બંધ રહ્યા હતાં. આ ઉપરાંત હાથીખાના, કડક બજાર, ગોવરા શાકમાર્કેટ અને ખંડેરાવ માર્કેટ ફુલ બજાર સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા છે.

શહેરના મધ્યમાં આવેલી મંગળ બજાર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈપણ પાલન થતુ નથી. તેથી વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરાઈ છે. મંગળ બજાર અને પદ્માવતી શોપિંગ સેન્ટરમાં બેસતા પથારા, કડક બજાર, ગધેડા માર્કેટ વગેરેને બંધ કરાવવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. મંગળ બજાર માર્કેટને બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. જો આ ત્રણ દિવસમાં કોઈ દુકાન ખુલ્લી રહેશે તો તેને 50000 નો દંડ કરાશે. તંત્રના અધિકારીઓ દ્વારા શનિવારે બજારમાં ફરીને માઈક પર જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ બજારની દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી.

Leave a Reply

Your email address will not be published.