/

દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન

દિગ્ગજ અભિનેતા સૌમિત્ર ચેટર્જીએ દુનિયાને અલવિદા કહ્યું છે. રવિવારે કલકત્તાના એક હોસ્પિટલમાં નિધન થયું હતું. 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતાં. સૌમિત્ર ચેટર્જીએ કોરોનાને મ્હાત આપીને તો સાજા થઈ ગયા હતા, પરંતુ અન્ય સ્વાસ્થ્યને લગતી બિમારી સામે હારી ગયા.

સૌમિત્ર અભિનેતા પરમબ્રત ચટ્ટોપાધ્યાય દ્વારા નિર્દેશિત ‘અભિજન’ નામની એક ડોક્યુમેન્ટ્રીનું શુટિંગ કરી રહ્યા હતાં. છેલ્લીવાર તે 1 ઓક્ટોબરે ભારતલક્ષ્મી સ્ટૂડિયોમાં શૂટિંગ માટે ગયા હતાં.

સૌમિત્રને લગભગ 40 દિવસ પહેલા કલકત્તાના બેલે વ્યૂ હોસ્પિટલમાં ICU હેઠળ દાખલ કરવામાં આવ્યા હતાં. શુક્રવારથી તેમનું સ્વાસ્થ્ય ખુબ બગડી ગયુ હતું. શનિવારે મોડી રાત્રે સૌમિત્રની હાલત વધુ બગડતા ડોક્ટરે ચિંતા વ્યક્ત કરી હતી. ડોક્ટરે કહ્યું હતું કે, અમને દુ:ખ છે કે, સૌમિત્ર પર સારવારની કોઈ અસર થઈ રહી નથી. અમે અંત સુધી પ્રયત્નો કરી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે, અમારા તમામ પ્રયાસો બાદ પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ જ સુધાર જોવા મળ્યો ન હતો.

દાદા સાહેબ ફાળકે અવોર્ડથી એનાયત અભિનેતાની સારવાર કરી રહેલા અન્ય એક ડોક્ટરે કહ્યુ હતું કે તેમની સારવારમાં કોઈ ઉણપ રાખી ન હતી પરંતુ તેની લાઈફ સપોર્ટમાં કોઈ મદદ મળતી નહતી. તેઓ જીંદગી અને મોતની લડાઈ લડી રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.