///

મહારાષ્ટ્રમાં VHPએ ધાર્મિક સ્થળ ખોલવાની માંગને લઈને આંદોલનની કરી જાહેરાત

આજે મુંબઇ સહિત સમગ્ર રાજ્યમાં વિશ્વ હિન્દુ પરિષદએ મંદિરોને ખોલવાની માંગને લઇને આંદોલન કરવાની જાહેરાત કરી છે. મુંબઇમાં સાંજના પાંચ વાગ્યાથી ત્રણ મંદિરો મુંબા દેવી મંદિર, મહેશ્વર મંદિર અને અંબે માતા મંદિરની બહાર પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

સાથે જ વિશ્વ હિન્દુ પરિષદે ધમકી આપી હતી કે, ઠાકરે સરકારે મંદિરોના તાળા ખોલ્યા નહીં તો તે જાતે ખોલી દેશે. આ પહેલા ભાજપે પણ મંદિરોને ખોલવાની માંગને લઇને અગાઉ આંદોલન કર્યું હતું. ઉપરાંત ભાજપ નેતા રામ કદમે ટ્વીટ કરી કહ્યું કે, મહારાષ્ટ્રમાં વીએચપી સહિત શીખ, મુસ્લિમ અને જૈન મતોના લોકો સતત ધાર્મિક સ્થળ ખોલવાની માંગ કરી રહ્યાં છે. આખરે મહારાષ્ટ્ર સરકાર આ લાખો લોકોની પ્રાર્થનાનો જવાબ ક્યારે આપશે?

આ અંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ ઠાકરે સરકારને પત્ર લખી મંદિર ખોલવાની માંગ કરી ચુક્યા છે. પરંતુ પોતે હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા બાલાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે મંદિર ખોલવાના મુડમાં નથી.

Leave a Reply

Your email address will not be published.