//

હાર્દિક પટેલ પર આ જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવવાની VHPની માગ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રામ મંદિર મુદ્દે વિવાસ્પદ ટિપ્પણી કરી હતી. જેને લઈ જૂનાગઢના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને હાર્દિક પટેલને જૂનાગઢમાં પ્રવેશબંધી કરવા માગ કરી છે. મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં.

જૂનાગઢમાં હાર્દિક પટેલના વિવાસ્પદ નિવેદનના પગલે વિશ્વ હિન્દુ પરિષદમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે જૂનાગઢ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આ તકે તેઓએ જણાવ્યું કે, હાલ જ હાર્દિક પટેલ દ્વારા રામ મંદિર બાબતે વિવાદાસ્પદ ટિપ્પણીને વિશ્વ હિન્દુ પરિષદ શખ્ત શબ્દોમાં વખોડે છે.

ચોરે કોઈ ઝાલર વગાડવા નથી જતું ને રામ મંદિરના દર્શને કોણ જશે તેવા વિવાદાસ્પદ હાર્દિક પટેલના વિધાન સામે જૂનાગઢ વિશ્વ હિન્દૂ પરિષદની ટીમ આક્રોશ વ્યક્ત કરે છે. જ્યાં સુધી કરોડો હિંદુઓની માફી નહીં માગે ત્યાં સુધી જૂનાગઢમાં પ્રવેશબંધીની માગ સમગ્ર હિન્દુ પરિષદ તરફથી કરવામાં આવે છે. હાર્દિક પટેલ જ્યારે પણ જૂનાગઢમાં પ્રવેશે ત્યારે ઉપરકોટ પાસે આવેલા પૌરાણિક રામજી મંદિર પર દર્શન કરવા જાય અને ત્યાં માથુ ટેકવી કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી માટે માફી માગે તેવી અમારી માગ છે.

Leave a Reply

Your email address will not be published.