///

આગામી વર્ષે ગુજરાતમાં વાઈબ્રન્ટ મહોત્સવ નહીં યોજાય : CM વિજય રૂપાણી

આજે ગુજરાતમાં ધારાસભા પેટાચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રથમ વખત સંયુક્ત રીતે પ્રચારમાં પહોંચેલા મુખ્યમંત્રી રુપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ સંયુક્ત રીતે એક મુલાકાતમાં આગામી સમયનાં ભાજપ અને સરકારના અનેક વ્યૂહ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી અને અનેક વિવાદોનો પણ અંત લાવ્યો હતો. ગુજરાતમાં સી.આર. પાટીલ ભાજપના પ્રમુખ પદે આવ્યા બાદ હવે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થશે તેવી ચર્ચાને અસ્થાને ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીપદે વિજય રુપાણી યથાવત છે અને નેતૃત્વ પરિવર્તનમાં કોઇ ફેરફાર થશે નહીં.

તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રુપાણીએ વિધાનસભાની પેટાચૂંટણી બાદ મંત્રીમંડળમાં ફેરફાર અંગે ચાલી રહેલી ચર્ચાને ફગાવી દેતા કહ્યું કે, મંત્રીમંડળમાં ફેરફારનો કોઇ પ્રશ્ન નથી, સવાલ જ નથી અને ચૂંટણી પછી મંત્રીમંડળમાં ફેરફાર થશે તેવી કોઇ શક્યતા નથી. ગુજરાત ભાજપના બંને દિગ્ગજ નેતાઓ પ્રથમ વખત ચૂંટણી પ્રચારમાં સાથે નીકળ્યા છે અને આજે બંનેએ સંયુક્ત રીતે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં બંને નેતાઓ વચ્ચે ભવિષ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો કે અન્ય નેતાઓને ભાજપમાં જોડાવા અંગે વિરોધાભાસી નિવેદનો જોવા મળ્યા હતા.

ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમના અગાઉના વિધાનોનું પુનરોચ્ચાર કરતાં કહ્યું કે, અમારે હવે અમારે કોંગ્રેસના કોઇ ધારાસભ્યો કે નેતાઓની જરુર નથી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો કે નેતાઓ ભાજપમાં જોડાશે કે કેમ તે અંગે ભવિષ્ય જ કહી શકશે. રુપાણી અને

આ ઉપરાંત મુખ્યમંત્રીને આગામી વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવ યોજાશે કે કેમ તેવો પ્રશ્ન પૂછવા પર મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ અમે આગળ વધી રહ્યા છીએ પરંતુ હાલ અમે વાઇબ્રન્ટ નહીં યોજાય તે નિર્ણય લીધો છે. આમ મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ માહિતી આપીને વાઈબ્રન્ટ સમિટ આગામી વર્ષે નહીં યોજાય તે સ્પષ્ટ કરી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published.