/

ઉપરાષ્ટ્રપતિ આજે કેવડિયાની મુલાકાતે

જિલ્લાના કેવડિયા ખાતે આવેલા ટેન્ટસિટી-2 ખાતે 25 તારીખથી 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવવાની છે. ત્યારે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું બપોરે 2.30 કલાકે વડોદરા એરપોર્ટ પર આગમન થશે. ત્યાંથી તેઓ હેલીકૉપ્ટર દ્વારા કેવડિયા આવશે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની સુરક્ષા વ્યવસ્થા માટે કેવડિયા પાસે બનાવેલા હેલિપેડ પર 50થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જેવો ઉપરાષ્ટ્રપતિને કેવડિયા એરપોર્ટ પરથી VIP સર્કિટ હાઉસ ખાતે લઇ જશે. ત્યારબાદ જ્યાં 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવાની છે, ત્યાં ટેન્ટ સીટી-2માં જશે અને તમામ કોન્ફરન્સ હોલની મુલાકાત કરશે.

Leave a Reply

Your email address will not be published.