////

VIDEO: બાળક અચાનક રેલવે પાટા પર પડી ગયું, સામેથી પૂરપાટ ઝડપથી આવી રહી હતી ટ્રેન…

મુંબઇમાં વાંગલી રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં અહીંના પ્લેટફોર્મ પર એક મહિલા પોતાના બાળકને લઇને ચાલી રહી છે. આ દરમિયાન અચાનક બાળક રેલવેના પાટા પર પડી જાય છે. આજ સમયે ટ્રેક પર સામેથી પુરઝડપે ટ્રેન આવે છે.

બાળક રેલવેના પાટા પરથી પડી જવાનું દૃશ્ય CCTV ફૂટેજમાં જોઇને સેન્ટ્રલ રેલવે મુંબઇ ડિવિઝનનો પોઇન્ટ્સમેન પોતાના જીવની પરવા કર્યા વિના ટ્રેક પર દોડી પડ્યો હતો. તે અત્યંત ઝડપથી બાળકને ઊંચકી પ્લેટફોર્મ પર મૂકે છે અને પોતે પણ સુપરમેનની જેમ ઉપર કૂદી પડે છે. ત્યાં જ પળવારમાં ટ્રેન પસાર થઇ જાય છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે આ ઘટના શનિવારની છે. જેમાં નેત્રહીન મહિલા સાંજે 5 વાગે તેના પુત્રને તેડીને પ્લેટફોર્મ નંબર 2 પર જઇ રહી હતી. ચાલતા ચાલતા અચાનક સંતુલન બગડતા બાળક ટ્રેક પરથી પડી ગયો હતો. અંધ હોવાને કારણે મહિલા દિકરાની મદદ કરી શકતી નહતી. તે ઇશારામાં અને બૂમો પાડી મદદ માટે પોકાર કરી રહી હતી. ત્યારે જ મયુર શેલ્ખે નામનો પોઇન્ટસમેન દૂત બની આવી ગયો અને બાળકનો જીવ બચાવી લીધો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. યુઝર્સ પોઇન્ટમેનના દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે મયૂર શેલ્ખેનું સન્માન થવું જોઇએ. કારણ કે તેણે પોતાના જીવને જોખમમાં મૂકી એક બાળકનો જીવ બચાવ્યો. આ વીડિયોમાં પણ સપષ્ટ દેખાય છે કે એક પળની પણ વાર થઇ હોત તો બાળક અને મયૂર બંનેનું કાં તો મયૂરનું બચવું મુશ્કેલ હતું.

Leave a Reply

Your email address will not be published.