//

વડગામના જમાદાર રસ્તામાં રોકડી કરતા હોવાનો સોસિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ.

ગુજરાતમાં ખાખી વર્ધી આમ તો બદનામ છે રોકડી કરવામાં માહેર મનાઈ છે પરંતુ ક્યારેય કોઈ ના હાથમાં આવતી નથી પરંતુ હવે પોલીસનો લોકો માંથી ડર ઉડી ગયો છે અને રોકડી કરતા પોલીસને કેમેરામાં કેદ કરીને સોસીયલ મીડિયામાં વાયરલ કરી દે છે આવુજ બન્યું છે વડગામ નજીકના હાઇવે પર એક ટ્રક ચાલક પાસેથી નરેન્દ્રસિંહ નામનો ખાખી વર્ધીધારી લાજ શ્રમ નેવે મૂકીને ટ્રક ચાલકો પાસેથી નક્કી કરેલી રકમની ઉઘરાણી કરતો નઝરે પડતા કેટલાક લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી ખાખીનો ખોફ રાખ્યા વગર સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો છે ટ્રક ચાલક પોતાના ટ્રકમાં જરૂરત કરતા વધુ માલ ભરી જતા હોવાથી અને લોડ વધુ હોવાથી પોલીસને હપ્તા આપે છે કારણ કે નિયમ કરતા વધુ વજન હોઈ છે પરંતુ પોલીસ આવા ટ્રક ચાલકો પાસે જનિયમભંગ કરાવીને રોકડી કરી લેતા હોઈ છે વડગામ નજીક હાઇવે પાર ખુલ્લેઆમ નરેન્દ્રસિંહ રેહેવર નામનો જમાદાર કોઈના ડર કે બીક વગર ખુલ્લેઆમ ત્રણથી ચારસોની રોકડી કરતો હતો તેવા સમયે એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં સમગ્ર ભ્રસ્ટાચારને કેમેરામાં કેદ કરીને વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ કરીદેતા પોલીસ બેડમાં હાલ ચર્ચાનો વિષય બની ગયો છે .

Leave a Reply

Your email address will not be published.