/

કોરોના ભય વચ્ચે પાલિકાના ગંદા પાણી વિતરણનો વિડીયો વાયરલ

19 March

Dhoraji

હાલમાં કોરોના વાયરસને કારણે લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર દ્રારા લોકજાગૃતિ માટે અનેકવિધ પગલાં ભરવાની જાહેરાતો આપી સ્કૂલ કોલેજ અને શાળાઓ બંદ રખાવી રહી છે પરંતુ સરકારના અભિન્ન અંગ ગણાતી પાલિકા જ બબેદરકારી કરે તો ફરિયાદ પણ લોકો કોને કરે તેવી હાલ સ્થિતિ કેશોદમાં છે.

કેશોદ નગરપાલિકા દ્વારા લોકોને પીવાનું પાણી અપાઈ રહ્યું છે આ પાણી એટલું  ગંદુ અને દુષિત છે કે લોકોને જોઈને જ કોરોના વાયરસ થઇ જાય સ્થાનિક અને જાગૃત નાગરિકે કેશોદ નગરપાલિકાની પોલખોલતોએ પાણી વિતરણનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ કાર્ટ ચકચાર મચી જવા પામી છે કેશોદના વોર્ડ નંબર બે માં પાલિકા દ્વારા આપી છે ગંદકી વાળું પાણી કેશોદ પાલિકા દ્વારા કોરોના વાઇરસને લઈ શહેરમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છેત્યારે જોવાનું એ રહ્યું કે વાઈરેલ વીડિયોમાં ગંદુ પાણી અપાઈ રહ્યાની તસ્વીરો નજરે પડે છેકેશોદ વિસ્તારના સ્થાનિકો પુરતો પાલિકાને વેરો ભરીને સારી સુવિધાની અપેક્ષા રાખે છે પરંતુ પાલિકાનું પેધી ગયેલું તંત્ર જાણે ઘોર નિંદ્રામાં છે અને સરકારની સલાહ પણ નથી માનતું એવું હાલ લાગી રહ્યું છે કારણ કે લોકોને સ્વચ્છ રહેવા પોતાનું આંગણું સ્વ્ચ્છ રાખવાની કેન્દ્રના વડાપ્રધાન સલાહ આપે છે ત્યારે સરકાર જો પોતાની જ પાલિકાને આ સલાહ આપે તો સ્થાનિકોને ચોખ્ખુ પાણી મળે તેથી આરોગ્ય પર થી ખતરો ટળે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.