/////

VIDEO : ‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નું ટ્રેલર થયું રિલીઝ, ફિલ્મ આ તારીખે આવશે OTT પ્લેટફોર્મ પર

બોલીવુડની આ વર્ષે રિલીઝ થનારી મોટી ફિલ્મોમાંથી એક ફિલ્મ છે ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા. ત્યારે આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરમાં અજય દેવગણ, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત તેમજ નોરા ફતેહી જોવા મળી રહ્યા છે. આ તમામ એકદમ દમદાર ભૂમિકામાં જોવા મળે છે.

ત્યારે ટ્રેલરથી સ્પષ્ટ થાય છે કે, આ ફિલ્મ દેશભક્તિથી ભરપૂર છે અને ફિલ્મના ડાયલોગ પણ એકદમ ધાંસૂ અને જાનદાર હશે. ફિલ્મનું ટ્રેલર જોઈને દર્શકો રોમાંચિત અને ઉત્સાહિત થઈ જશે એ તો ચોક્કસ છે.

ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મના આ ટ્રેલરમાં ખુબ એક્શન દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક પછી એક કમાલના દ્રશ્યો ટ્રેલરમાં જોવા મળે છે. અજય દેવગણ ફૌજીના વેશમાં જોવા મળે છે. જ્યારે સંજય દત્તની ભૂમિકા પણ કમાલની છે. સોનાક્ષી સિન્હા એકદમ અલગ રોલમાં જોવા મળે છે. તે આવા પાત્રમાં અગાઉ ક્યારેય જોવા મળી નથી. સોનાક્ષી સિન્હા ઘાઘરા ચોળી પહેરીને એક્શન કરતા જોવા મળશે. આ સાથે જ નોરા ફતેહી પણ દેશભક્તની ભૂમિકામાં જોવા મળશે.

આપને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ભારતીય વાયુસેનાના એક જાંબાંઝ અધિકારી વિજય કર્ણિકની કહાની પર આધારિત છે. પાકિસ્તાન હુમલા સમયે ભુજ એરપોર્ટના તેઓ પ્રભારી હતા. તેમની ભૂમિકા અજય દેવગણે ભજવી છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે પાકિસ્તાનના હુમલા બાદ ગામ માધાપરની 300 મહિલાઓની મદદથી એક આખુ એરબેસ ફરીથી ઊભુ કરી દેવાયું હતું.

ત્યારે મહત્વનું છે કે, આ ફિલ્મ 13 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ Bhuj: The Pride Of India નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલરમાં અજય દેવગણ અને સંજય દત્તના દમદાર ડાયલોગ સાંભળવા મળે છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક દુધૈયાએ કહ્યું છે. તમામ સ્ટાર્સે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મના ટેલરની ઝલક બતાવી છે.

Leave a Reply

Your email address will not be published.