///

વિજય માલ્યા પાસે અંગત ખર્ચ માટે રકમ ન હોવાથી બ્રિટન કોર્ટમાં કરી અરજી

તાજેતરમાં વિજય માલ્યા દ્વારા બ્રિટનની કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં પોતાના અંગત ખર્ચ અને કાયદાની ફીની ચુકવણી કરવા માટે તેના પૈસા જે કાયદાકીય નિયંત્રણમાં છે, તેમાંથી કેટલીક રકમ કાઢવાની પરવાનગી આપવામાં આવે. મહત્વપૂર્ણ છે કે, SBIના નેતૃત્વમાં બેંક દ્વારા થયેલી કાર્યવાહીને કારણે કોર્ટે માલ્યાની સંપત્તિ કબજામાં લેવાના આદેશ આપ્યા હતા. દારૂના વેપારી વિજય માલ્યાની આશરે 15 લાખ પાઉન્ડરની રકમ કોર્ટ પાસે જમા છે.

મહત્વનું છે કે, વિજય માલ્યાના પિતા વિઠ્ઠલ માલ્યા પોતાના સમયના કર્ણાટકના જાણીતા બિઝનેસમેન રહી ચુક્યા છે. જ્યારે વિજય માલ્યા 28 વર્ષના થયા તો તેમના પિતાનું નિધન થયુ હતું. પિતાના નિધન બાદ બિઝનેસ સંભાળવાની જવાબદારી વિજય માલ્યાના ખભા પર આવી ગઇ હતી. ત્યારબાદ યૂનાઇટેડ બ્રેવરીજ સમૂહના અધ્યક્ષ વિજય માલ્યા બન્યા હતા, ત્યારથી લઇને બિઝનેસમાં આશરે 15 ટકાથી 64 ટકા સુધીનો વધારો થયો છે.

વર્ષ 1986માં વિજય માલ્યાએ એર હોસ્ટેસ સમીરા તૈયબાજી સાથે લગ્ન કર્યા હતા. આ બન્નેને એક પુત્ર છે જેનું નામ સિદ્ધાર્થ માલ્યા છે. જોકે, વધુ દિવસો સુધી આ સબંધ ટકી શક્યો નહતો અને બન્નેના છુટાછેડા થયા હતા. તે બાદ 1993માં વિજય માલ્યાએ પોતાની બાળપણની મિત્ર રેખા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બન્નેને બે દીકરી છે. ત્યારબાદ વર્ષ 2001માં વિજય માલ્યાએ રાજકારણમાં એન્ટ્રી લીધી હતી. પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડવા ઉતરેલી તેમની પાર્ટી કોઇ ખાસ પ્રદર્શન કરી શકી નહતી. જોકે, તેમ છતા તે બે વખત રાજ્યસભામાં પહોચવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2002માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા, પછી 2010માં ફરી સભ્ય બન્યા બાદ રાજીનામું આપ્યુ હતું.

મળતી માહિતી પ્રમાણે 4 વર્ષની ઉંમરમાં જ વિજય માલ્યાના પિતાએ તેમણે ફેરારી ગિફ્ટ કરી હતી. 2 હજાર કરોડથી પણ વધુની સંપત્તિના માલિક વિજય માલ્યા પાસે વિશ્વના કેટલાક ભાગમાં પોતાના આલીશાન બંગલા પણ છે. જોકે, હવે તેમાંથી કેટલાક વેચાઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.