/////

આજે બગસરામાં વિજય રૂપાણી અને સી.આર.પાટીલ સભા સંબોધશે

વિધાનસભાની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યોં છે. આ વચ્ચે ભાજપના સ્ટાર પ્રચારક મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સી.આર.પાટીલ આજે શનિવારે બગસરા ખાતે જાહેરસભા સંબોધશે.

મહત્વનું છે કે પેટા ચૂંટણીને લઈને ગુરૂવારે બગસરામાં CM વિજય રૂપાણીની સભા યોજાવવાની હતી. પરંતુ કેશુભાઈ પટેલનું દુ:ખદ અવસાન થતાં સભા રદ્દ કરવામાં આવી હતી. ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સી.આર.પાટીલ ધારી વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર જે.વી.કાકડિયાના સમર્થનમાં સાંજે 5 કલાકે સર્વાંગી વિકાસ ટ્રસ્ટ ગ્રાઉન્ડ, બગસરા ખાતે જાહેરસભાને સંબોધશે. ત્યારબાદ સાંજે 5:5૦ કલાકે વિધાનસભા સંકલન સમિતિના હોદ્દેદારો, જવાબદાર પદાધિકારીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published.