LRD મહિલાનું આંદોલન અંતે સમેટાયું ઠરાવ રદ્દ કરવા મામલે આજે સરકાર અને આંદોલન કરતી મહિલાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સરકાર અને મહિલાઓ વચ્ચે મીટિંગમાં ચર્ચા વિચારણા બાદ સરકારે મહિલાઓને આવનારા દિવસોમાં કોર્ટ મેટર પુર્ણ થશે ત્યારે LRD વિવાદીત પરિપત્ર રદ્દ કરવાની સરકારે બાંયધરી આપતા મહિલાઓને સરકારની વાતમાં સૂર પુરાવ્યો હતો.

એક તરફ ટ્રમ્પ અને મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે દેશનાં રાજયની આબરૂ દાવ પર લાગી હોય ત્યારે સરકાર પણ એટી ચોટીનું જોર લગાવી હાલ પુરતું મહિલાઓને સમજાવી આબરૂ બચાવી આંદોલન સંમેટાવી દીધુ છે. આંદોલન હાલ પુરતુ સમેટાયુ છે. સમગ્ર એલઆરડી વિવાદીત પરિપત્રનો મામલો હાઇકોર્ટમાં છે. ત્યારે નિર્ણય લેવો સરકાર માટે પણ મુશકેલ છે તેમ છતાં સરકારે મહિલાઓને સમજાવટ કરી પારણા કરાવ્યા છે. અને મામલો થાળે પાડયો છે.