///

અમેરિકાના પોર્ટલેન્ડમાં હિંસા ફાટી નીકળી

પોર્ટલેન્ડમાં હિંસા ફાટી નીકળી છે. જેમાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે.

ચૂંટણીને પગલે પોર્ટલેન્ડમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જેના પગલે પોલીસે વધુને વધુ પ્રમાણમાં સુરક્ષા દળો તૈનાત કર્યા છે, જેથી હિંસા ન ફેલાય.

પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત વધારે ચુસ્ત બનાવ્યો છે. જો કે આગજનીની ઘટના બની છે, પરંતુ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આ હિંસાને લઇને 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ વચ્ચે યુનિફાઇડ કમાન્ડરે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો પાસેથી લોડેડ રાઇફલ, ફટાકડા અને હથોડી જેવી વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.