////

અમેરિકામાં અનેક શહેરોમાં ટ્રમ્પ અને બાઈડનના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોમાં થઈ રહેલા વિલંબને પગલે અનેક શહેરોમાં તણાવની સ્થિતિ વધી છે. ત્યારે અનેક શહેરોમાં ટ્રમ્પ અને બાઈડનના સમર્થકોની વચ્ચે હિંસક અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રમ્પના પાછળ રહેવાના કારણે વોશિગ્ટનમાં વ્હાઈટ હાઉસની પાસે બ્લેક લાઈવ મેટર પ્લાજા હજારો લોકોની ભીડ ભેગી થઈ છે. અહીં ટ્રમ્પની હાર પર સેલિબ્રેશન થઈ રહ્યું છે બલ્કે નારેબાજી પણ થઈ રહી છે. તો બીજી તરફ ટ્રમ્પના સમર્થકો પણ હાજર છે. તો તણાવપૂર્ણ માહોલ બનેલો છે.

વોશિંગ્ટન, વિસ્કોન્સિન, ફિલેડેલ્ફિયા,ન્યૂયોર્ક સહિત અનેક જગ્યાએ બાઈડન અને ટ્રમ્પના સમર્થકો આમને-સામને આવી ગયા છે. સાથે જ અનેક જગ્યાઓ પર હિંસક અથડામણ પણ થઈ છે. જેમાંથી અનેક લોકો પોલીસ સાથે પણ ભીડાઈ ગયા છે. આ અંગે વોશિંગ્ટનમાં મેયર મુરિયલ બાઉન્સરે કહ્યું કે, કેટલાક લોકોએ જાણીજોઈને અફરા તફરી ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

તો બીજી તરફ સિએટલમાં પ્રદર્શનકારીઓએ ટ્રાફિક રોકી દીધો છે. ત્યારે પોલીસે અહીં 2 જૂથોમાં હિંસક અથડામણ બાદ 8 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે, તેઓએ પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો, જેમાં મોટા ભાગના બ્લેક લાઈવ્જ મૈટરના પ્રદર્શન કારી હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ ઉપરાંત ન્યૂયોર્કમાં પણ લોકો ટ્રમ્પની વિરુદ્ધ નારે બાજી કરી રહ્યા છે તેમજ ટ્રમ્પ સપોર્ટર પણ ઉપસ્થિત છે. જેમાં પ્રદર્શનકારીઓએ પોસ્ટરો પર લખ્યુ હતું કે, ટ્રમ્પ હંમેશા જૂઠ્ઠુ બોલતા રહ્યા છે. આ સાથે જ પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીઓને નુક્શાન પહોંચાડ્યુ છે. તો પ્રશાસને સુરક્ષા એજન્સીઓને એલર્ટ જારી કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published.