///

વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સાથે બર્થડેની કરી ઉજવણી

વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં વિરાટ કોહલીની ગણના થાય છે. ટીમ ઈન્ડિયા તેમજ રોયલ ચેલેન્જર્સના કેપ્ટન કોહલીનો આજે 32મો જન્મદિવસ છે. ત્યારે કોહલીએ પોતાનો જન્મદિવસ પોતાની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે ઉજવ્યો છે. હૈદરાબાદ વિરુદ્ધ એલિમિનેટર મુકાબલા પહેલા કોહલીએ પત્ની અનુષ્કા અને ટીમના સાથી ખેલાડીઓએ બર્થડે સેલિબ્રેટ કર્યો છે.

ટીમના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોહલીની બર્થડે પાર્ટીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટીમના ખેલાડીઓએ કોહલીને ઘેરી રાખ્યો છે અને તેના પર કેક લગાવી રહ્યા છે. સ્ટેને આ વીડિયો પર કોહલીને જન્મદિવસની શુભેચ્છા આપી છે. સાથે જ આ વીડિયોને વિરાટ કોહલીના એક ફેન પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચુકી છે. તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહી. શુક્રવારે એલિમિનેટરમાં તેનો મુકાબલો ત્રીજા સ્થાન પર રહેનારી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સાથે થશે. જોકે કોહલીની આગેવાની વાળી ટીમે પોતાની છેલ્લી ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આપને જણાવી દઈએ કે, આ સીઝનમાં કોહલીનું પ્રદર્શન ખાસ રહ્યુ નથી. કોહલીએ 14 મેચોમાં 460 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 122.01ની રહી છે. બેંગલોરની ટીમ પોતાની છેલ્લી લીગ મેચમાં દિલ્હી સામે હારી ગઈ હતી. ત્યારબાદ બેંગલોરની ટીમ નેટ રન રેટને આધારે પ્લેઓફમાં પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published.