///

ICCએ જાહેર કરેલા રેન્કિંગમાં વિરાટ કોહલીને થયો ફાયદો, કેએલ રાહુલને નુકસાન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી-20 સિરીઝના ત્રણ મુકાબલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ટી-20 રેન્કિંગ જાહેર કર્યું છે. જાહેર કરેલા રેન્કિંગ પ્રમાણે વિરાટ કોહલીને ફાયદો થયો છે જ્યારે રાહુલને નુકસાન થયું છે. તો ઈંગ્લિશ બેટ્સમેન જોસ બટલરે પણ ટોપ-20માં સ્થાન બનાવી આઈસીસી ટી-20 રેન્કિંગમાં શાનદાર વાપસી કરી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હવે આઈસીસી ટી-20 રેન્કિંગમાં પાંચમાં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કેએલ રાહુલ ત્રીજાથી ચોથા સ્થાને ખસી ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત બે અડધી સદી ફટકારી છે. તે છઠ્ઠાથી પાંચમાં નંબરે પહોંચી ગયો છે, જ્યારે રાહુલ સતત ત્રણ મેચમાં માત્ર એક રન બનાવી શક્યો છે. તેવામાં તેને રેન્કિંગમાં પણ નુકસાન થયું છે. આ સમયે ડેવિડ મલાન વિશ્વનો નંબર-1 ટી-20 બેટ્સમેન છે.

જોસ બટલર ભારત વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચ પહેલા આઈસીસી ટી-20 રેન્કિંગમાં 24માં સ્થાને હતો, પરંતુ હવે તે 19માં સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય બેયરસ્ટો 16માંથી 14માં સ્થાને પહોંચી ગયો છે. ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા 17માં સ્થાને છે.

બોલિંગની વાત કરીએ તો ટી-20 ક્રિકેટમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પ્રથમ સ્થાને છે, જ્યારે ઓલરાઉન્ડરના રેન્કિંગમાં મોહમ્મદ નબી પ્રથમ નંબર પર છે. આઈસીસી વનડે રેન્કિંગની વાત કરીએ તો કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે, જ્યારે રોહિત શર્મા બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને બાબર આઝમ છે, ચોથા સ્થાન પર રોસ ટેલર અને પાંચમાં સ્થાને ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન આરોન ફિન્ચ છે.

આઈસીસી રેન્કિંગ ટોપ-10 વનડે બેટ્સમેન

આઈસીસી રેન્કિંગ ટોપ-10 ટી20 બેટ્સમેન

Leave a Reply

Your email address will not be published.