////

કેશુભાઈ પટેલનું નિધન થતાં વિસાવદર અને માર્કેટયાર્ડ આજે બંધ

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થવાના પગલે સરકારે ગઇકાલે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો, પરંતુ આજે શુક્રવારે વિસાવદર માર્કટ યાર્ડના વેપારીઓ અને વિસાવદર ગામ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનિય છે કે કેશુભાઇ પટેલ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડતા હતા અને ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. ત્યારે ગઈકાલે ભૂતપૂર્વ મૂખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થતાં વિસાવદરમાં શોકનો માહોલ છવાયો છે. જેના પગલે આજે શુક્રવારે વિસાવદર ગામ બંધ રહશે અને શોક પાળશે.

Leave a Reply

Your email address will not be published.