///

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કેશુભાઇ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કેશુભાઇ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું હતું. આ તકે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

નોંધનીય છે કે કેશુભાઇ પટેલનું ગઇકાલે ગુરૂવારે નિધન થયુ હતું. જેના પગલે રાજ્ય સરકારે 1 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે શુક્રવારે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતાં.

ત્યારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કેશુભાઈ પટેલના અવસાન બાબતે શોક વ્યક્ત કર્યો છે. કેશુભાઇ પટેલના સંસ્મરણોને વાગોળતા હર્ષદ રિબડીયાએ કેશુભાઇ પટેલને સાચા ખેડૂત નેતા ગણાવ્યા હતાં. ખેડૂતો માટે હંમેશા તત્પર રહેતા કેશુભાઈ પટેલના અવસાન પર વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ઉલ્લેખનિય છે કે કેશુભાઇ પટેલએ ગુજરાત પરીવર્તન પાર્ટી (GPP) રચી હતી અને વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. આ બેઠક પરથી કેશુભાઇ પટેલની જીત પણ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published.