////

કરજણમાં રચાયો નોટના બદલે વોટનો ખેલ, વીડિયો થયો વાઈરલ

હાલમાં પેટાચૂંટણીને લઈને રાજ્યમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે આ વચ્ચે પેટાચૂંટણીના કરજણ બેઠક પર વોટના બદલે નોટ આપવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ઈટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. જેની તપાસ માટે ચૂંટણી પંચે આદેશ આપ્યા છે. જોકે, આ એ જ બેઠક છે જ્યાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર જૂતુ ફેંકાયું હતું.

કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ‘વોટના બદલે નોટ’ના વિવાદ પોર ઇટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. ભાજપ ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા રૂપિયા આપતાં હોવાનો આ વીડિયો છે. જોકે આ વીડિયોમાં રૂપિયા આપનાર વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જે લોકોને રૂપિયા આપનાર વ્યક્તિ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને મત આપવા મતદારોને કહી રહ્યો છે.

સાથે જ તેઓને 2000 રૂપિયાની નોટ આપી રહ્યો છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કરીને ભાજપ પર મત ખરીદીનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ ચૂંટણી પંચને તપાસ કરવા માંગ કરી છે. તો બીજી તરફ, ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે આ વીડિયો અગે જણાવ્યું કે, વીડિયો મેં જોયો નથી, આ કોંગ્રેસની કરતૂત હોઈ શકે છે. કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી. સમગ્ર વીડિયો મામલે ચૂંટણી પંચ દ્વારા આ વીડિયો અંગે તપાસના આદેશ અપાયા છે. જિલ્લા કલેકટર પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ ચૂંટણીપંચ દ્વારા માંગવામાં આવ્યો છે.

આ મામલે કરજણ પોલીસે 3 લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે 57000 રૂપિયા અને ગાડી પણ કબ્જે કરી છે. અત્રે નોંધનીય છે કે, આ વીડિયો અંગે ચૂંટણી પંચે તપાસ કરવાના આદેશ પણ આપી દીધાં છે.

Leave a Reply

Your email address will not be published.