////

બિહારની 71 બેઠક પર મતદાન શરૂ, 1066 ઉમેદવાર મેદાને

બિહારમાં ચૂંટણી ચાલી રહી છે. જેમાં ત્રણ ફેઝમાં મતદાન થવાનું છે. આજે બુધવારે પ્રથમ ફેઝની 71 બેઠક પર મતદાન થશે. જેમાં 1066 ઉમેદવાર મેદાનમાં છે. તેમાં 952 પુરુષ અને 114 મહિલા છે.

મહત્વનું છે કે બીજા ફેઝનું મતદાન 3 નવેમ્બરે અને ત્રીજા ફેઝનું મતદાન 7 નવેમ્બરે થશે. જેના પરિણામો 10 નવેમ્બરે આવશે.

કોરોનાના પગલે ચૂંટણીપંચે મતદાનના સમયમાં એક કલાકનો વધારો કર્યો છે, પરંતુ અલગ-અલગ બેઠક પર મતદાન સમાપ્ત થવાનો સમય અલગ-અલગ છે. 4 બેઠક પર સવારે 7થી બપોરે 3 કલાક સુધી મતદાન થશે, જ્યારે 26 બેઠક પર બપોરે 4 કલાક સુધી, 5 બેઠક પર સાંજે 5 કલાક સુધી, બાકીની 36 બેઠક પર સાંજે 6 કલાક સુધી મતદાન થશે.

ઉલ્લેખનિય છે કે વિધાનસભાના પ્રચાર પ્રસારમાં કોઇ પક્ષોએ કસર બાકી રાખી નહતી અને જોરશોરથી પ્રચાર કર્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ 3, રાહુલ ગાંધીએ 2, નીતીશ કુમારની 56 અને તેજસ્વી યાદવે 44 રેલી યોજી હતી.

Leave a Reply

Your email address will not be published.