////

જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ-370 હટ્યા બાદ DDCની ચૂંટણી માટે મતદાન શરૂ

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં શનિવારે જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના પ્રથમ તબક્કા અને પંચાયત પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે.

આ ચૂંટણીમાં કુલ 1427 ઉમેદવારો મેદાનમાં છે, તો 7 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નર કેકે શર્માએ જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં વ્યવસ્થિત મતદાન થાય તે માટે 2146 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કાઉન્સિલ ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં 280 મત વિસ્તારોમાંથી 3-3 DDC ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવા જઈ રહ્યાં છે. આ મતદાન બપોરે 2 વાગ્યે સમાપ્ત થઈ જશે.

8 તબક્કામાં યોજાનારી ચૂંટણી 19 ડિસેમ્બરે સમાપ્ત થશે અને મતગણકરી 22 ડિસેમ્બરે હાથ ધરાશે. આ સાથે જ અર્બન લોકલ બોડીની ખાલી પડેલી 234 બેઠકો પર પેટાચૂંટણી પણ એક સાથે જ આયોજિત કરવામાં આવી રહી છે.

ત્યારે આર્ટીકલ 370 હટ્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી ચૂંટણીમાં મહત્વનું છે કે, નેશનલ કૉન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, પીપલ્સ કૉન્ફરન્સ અને સીપીઆઈ(એમ) સહિત અનેક પાર્ટીઓએ એકજૂટ થઈને ગુપકર ગઠબંધનની જાહેરાત કરી છે. તો નેશનલ પાર્ટી ભાજપ તેમજ કોંગ્રેસ પણ ચૂંટણીના મેદાનમાં જ છે.

Leave a Reply

Your email address will not be published.