/

ગુજરાત યુનિવર્સિટી સેનેટ અને વેલ્ફેર ચૂંટણીમાં મતદાન ABVP અને NSUI આમને સામને

ગાંધીનગર 8 MARCH

આજે ગુજરાત યુનિવર્ષિટી સેનેટ અને વેલ્ફેર ચૂંટણી ચાર વર્ષ બાદ યોજાઈ રહી છે જેનું મતદાન આજે ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્ર્ભાસા કોલેજ ખાતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે જેમાં આજે સવારથી મતદારો પોતાનો મત આપવા પહોંચ્યા હતા ત્યારે ABVP અને NSUIના ઉમેદવારો પણ મતદાન મથક તરફ પહોંચ્યા હતા અને પત્રિકાઓ વહેંચી હતી જેને લઇને મામલો ગરમાઈ ગયો હતો અને પત્રિકા મામલે બન્ને સંગઠનો આમને સામને આવી ગયા હતા.

કેન્દ્ર ની બહાર બન્ને સંગઠનો આમને સામને આવી જતા મતદારો જોવા ઉમટી પડ્યા હતા ચાર વર્ષ બાદ આજે ગુજરાત યુનિવર્ષિટી સેનેટ અને વેલ્ફેર ચૂંટણીનું મતદાન છે જેને લઇ ને બંને સંગઠનો માં અને મતદારો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ગાંધીનગર ખાતે આજે સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે જેમાં 370 જેટલા મતદારો પોતાનો કિંમતી મત આપશે હાલ મતદાનની પ્રક્રિયા શરૂ થયેલ છે અને શાંતિ પૂર્ણ મતદાન થાય તેમાટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે ની ચૂંટણીને લઇને ABVP અને NSUIમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.