/

જાગો સરકાર જાગો સુરક્ષા કર્મીને મફત માસ્ક આપો

પ્રજાના સેવક તરીકે સતત રાતદિવસ તડકો છાયો કે વરસાદની ચિંતા કર્યા વગર પ્રજાની સેવામાં ઉભેલા રક્ષકો સતત ઉભા પગે છે પોતાના જીવની પણ ચિંતા નથી કરતા આવા સુરક્ષા કર્મીઓ હાલ કોરોનાના કહેરમાં સપડાયના જાય તે જવાબદારી જેતે વિભાગની છે તેથી પોલીસ વિભાગે અને રાજ્યના ગૃહ વિભાગે આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરી લોકોની વચ્ચે રહેતા પોલીસ કર્મચારીઓની પણ પરવાહ કરવાની હાલ જરૂરત છે ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વૈચ્છિક કર્ફ્યુ લગાવવા પ્રજાજનોને આહવાન કર્યું છે અને પ્રજાનો મોદી સાહેબના પડ્યા બોલ પણ જીલી લીધા છે આજ થી થોડી ઘણી અમલવારી શરૂ થવા મંડી છે પરંતુ પ્રજાના સેવક તરીકે ખડે પગે ઉભા રહેતા પોલીસ કર્મચારી અને તેમના પરિવારના આરોગ્યની ચિંતા કરવાની સરકારની નૈતિક જવાબદારી છે જો પ્રજાના સેવકોને કોરોનાની અસર થશે તો આગામી દિવસોમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી જશે અને બીમાર કર્મચારીથી લોકો દૂર ભાગશે અને ગુન્હેગારોને મોકળું મેદાન મળી જશે તેથી સરકારના વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને સરકારે જ પોતાની જવાબદારી સમજી તેમના આરોગ્ય પર તોળાતું જોખમ ટાળવા ની જવાબદારી સ્વીકારી માસ્કનું વિતરણ કરવું જોઈએ તેવી કર્મચારીઓની માંગ છે.

Leave a Reply

Your email address will not be published.