///

તત્કાલીન CM મોદીએ લોકાર્પણ કરેલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ તત્કાલીન સીએમ મોદી દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ત્ચારે હાલમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ તૂટી પડી છે. જેના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાની શંકા સેવાઇ રહી છે. રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના PM નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું. એ સંકુલના ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશાયી થતા એમા પણ ભ્રષ્ટાચારની આશંકાઓ સેવાઈ રહી છે.

ગુજરાત સરકારના તત્કાલીન શિક્ષણપ્રધાન આનંદીબેન પટેલે 16મી નવેમ્બર 2006ના રોજ રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે રમત ગમત સંકુલનું શિલાન્યાય કર્યું હતું. જેના 3 વર્ષ બાદ એટલે કે 14મી ઓક્ટોબર 2009ના રોજ ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ રમત ગમત સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે 3 વર્ષના સમય ગાળા દરમિયાન રમત ગમત સંકુલના બાંધકામમાં ગુણવત્તા જળવાતી ન હોવાની રાવ ઉઠવા પામી હતી. જો કે જે તે વખતે સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરી હોવાનો આક્ષેપ પણ થયો છે.

આ ઉપરાંત આ દિવાલની નજીક મોટા ભાગે ઘણા લોકો બેઠેલા જ હોય છે. મોટા મોટા કાર્યક્રમો થાય ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો બેસતો હોય છે. જો કોઈ મોટા કાર્યક્રમ દરમિયાન કમ્પાઉન્ડ વોલ તૂટી પડી હોત તો મોટી જાનહાની થવાની સંભાવના હોત. નોંધનીય છે કે, નર્મદા જિલ્લા સંકુલ હોલ જિલ્લાનું એક માત્ર રમત ગમતના અયોજન માટેનું સ્થળ છે. જિલ્લાની કરોડો રૂપિયાની સરકારી મિલકતના વિવિધ સાધનોની જાળવણીનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે.

ઉલલેખનીય છે કે, ગુજરાતના અન્ય રમત ગમત સંકુલની સામે રાજપીપળાના રમત ગમત સંકુલની સરખામણી કરતા ખ્યાલ આવશે કે, રાજપીપળામાં જાળવણી કેવી રીતે થાયછે.

Leave a Reply

Your email address will not be published.