
ગુજરાતમાં આગામી 26 મી માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ચૂંટણીને લઇને રાજકારણ તેજ બની રહ્યું છે રાજકીયપક્ષો જીતના દાવા કરે છે અને પોતા પાસે પૂરતા મતદાર ધારાસભ્ય હોવાની વાતો કરે છે તેની વચ્ચે NCPના કાંધલ જાડેજાએ પોતાનો મત ભાજપને આપવાની જાહેરાત કરી દીધી છે ત્યારે BTPના ધારાસભ્ય હજુ અવઢવમાં છે અને કોને મત આપવો તેનો નિર્ણય હાલ સુધી નથી કરી શક્યા પરંતુ આગામી 24મી માર્ચે એક અગત્યની મિટિંગ યોજવાની છે તેજં ભાજપના આગેવાનો અને BTP ના આગેવાનો મિટિંગ કરવાના હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે જોકે BTP આ મહેશ વસાવા કોંગ્રેસ સાથે પણ એક બેઠક કરવાના છે અને બન્ને રાજકીય પક્ષો સાથેની બેઠક બાદ પોતાનો નિર્ણય જાહેર કરે તેવી હાલ શક્યતા છે