//

મહારાષ્ટ્રમાં કોઇ સાથે ગઠબંધન નહીં એકલા હાથે લડી લઇશું : જે.પી નડ્ડા

રાજનૈતિક નેતાઓ બેફામ નિવેદનો આપીને એકબીજા પર આકરા પ્રહારો કરે છે તેવામાં મહારાષ્ટ્રમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ફરી એક વાર મહારાષ્ટ્રની રાજનીતીને લઇને નિવેદન આપ્યુ છે. જે રાજકીય પાર્ટીમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

મહારાષ્ટ્રના ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ જણાવ્યું કે, હું તમને ખાતરી આપવા માંગુ છું કે, ભવિષ્યમાં અમારે કોઇ રાજકીય પાર્ટી સાથે ગઠબંધન રાખવાની જરૂર નથી. આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્વ તમામ પક્ષો હશે. હું જોઇ શકુ છું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કલીન સ્વીપ કરશે.  જે.પી નડ્ડાનાં રાજકીય નિવેદનથી મહારાષ્ટ્રનાં રાજકારણમાં મોટી હલચલ મચી જવા પામી છે આગામી દિવસોમાં ભાજપ એકલા હાથે ચુંટણી લડશે. કે ભાજપને ફાયદો થશે કે કેમ તે એક સવાલ છે.

બીજી બાજુ શિવસેના પાર્ટીનાં ઉદ્વવ ઠાકરેએ એકનાથ ખડસે પર આકરા પ્રહાર કરી નિવેદન આપ્યુ છે કે, ખડસેને ભાજપ દ્વારા તક આપવામાં આવી નથી. દર વર્ષે તેઓ જલગાંવની મુકતાઇ નગર વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડતા, પરંતુ હવે મુકતાઇનગર ખડસે મુકત થઇ ગયો છે.વધુમાં ઉદ્વવ ઠાકરેએ ભાજપની મજાક ઉડાવીને કહ્યુ કે તમને તો લોકોએ લૂંટી દીધા છે. 

Leave a Reply

Your email address will not be published.