////

પશ્ચિમ બંગાળ ચૂંટણી : મમતા બેનરજીએ મેનિફેસ્ટો કર્યો જાહેર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જોકે મમતા બેનરજી પહેલા 11 માર્ચે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના હતા, પરંતુ 10 માર્ચે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઇજાને કારણે આ કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો હતો. ત્યાર બાદ પાર્ટીએ બુધવારે મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો કે, રાજ્યમાં ફરી તેમની સરકાર બનવા પર લાખો નોકરીઓ આપવામાં આવશે. મેનિફેસ્ટો જાહેર કરતા મમતા બેનરજીએ કહ્યું કે, અમે બેરોજગારી ઓછી કરીશું, એક વર્ષમાં 5 લાખ રોજગારની તકો ઉભી કરીશું. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે રાજસ્વ લગભગ 25,000 કરોડ રૂપિયા હતું, હવે આ 75,000 કરોડ રૂપિયાથી વધુ છે.

મમતા બેનરજીએ કહ્યું કે, તમે બધા જાણો છો કે અમે બધા વાયદા પૂર્ણ કર્યા છે. અમે લોકોએ જે કામ કર્યુ તેની વિશ્વમાં પ્રશંસા થઇ રહી છે. અમને યુએન પાસેથી એવોર્ડ પણ મળ્યો છે. અમે 100 દિવસના કામ મામલે નંબર 1 છીએ. અમે રાજ્યમાં 40 ટકા ગરીબી ઘટાડી છે. અમે ખેડૂતોની આવક ત્રણ ઘણી વધારી છે. અમારી સરકારે લોકોને રોજગાર આપ્યુ, તેમણે કહ્યું કે, મે પોતાનુ આખુ જીવન માતૃભૂમિની સેવાને સોપી દીધી છે. હું બંગાળની દીકરી છું અને આ મેનિફેસ્ટોમાં, માટી અને માનુષ માટે છે.

ગત એક વર્ષમાં મમતા સરકારના કેટલાક કામ પાછળ રહી ગયા કારણ કે કોરોનાને કારણે ફેક્ટરી અને દુકાનો બંધ રહી હતી, તેમણે વિધવા મહિલાોને મે માસથી એક હજાર રૂપીયા આપવાની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, અમારા સત્તામાં આવવા પર લોકોને દુઆરે યોજના હેઠળ લોકોના ઘર સુધી રાશન પહોચાડીશું. એસસી-એસટીને વાર્ષિક 12 હજાર રૂપિયા અને નિમ્ન વર્ગના લોકોને 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી. આ સિવાય વિદ્યાર્થીઓ માટે ક્રેડિટ કાર્ડ લાવવાનો વાયદો પણ મમતા બેનરજીએ કર્યો છે.

ત્યારે મહત્વપૂર્ણ છે કે, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં 27 માર્ચ, એક એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે. તમામ રાજ્યોમાં તમામ બેઠક માટે મતગણતરી 2 એપ્રિલે હાથ ધરાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 30 મે 2021એ પુરો થઇ રહ્યો છે. એવામાં 30 મે પહેલા વિધાનસભા અને નવી સરકારની રચનાની પ્રક્રિયા પુરી કરવાની છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠક છે.

Leave a Reply

Your email address will not be published.