//

પશ્ચિમ રેલ્વે દ્વારા 7 પાર્સલ એક્સપ્રેસ ટ્રેનોની 36 સેવાઓની જાહેરાત કરાઈ

કોરોનાના કારણે સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકડાઉન દરમિયાન દેશના જુદા- જુદા ભાગોમાં જરૂરી સામગ્રી પહોંચાડવા પશ્ચિમ રેલ્વે દ્વારા 7 પાર્સલ એકસ્પ્રેસ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે તો પશ્ચિમ રેલ્વે દ્વ્રારા 7 પાર્સલ ટ્રેનની 36 સેવાઓની જાહેરાત કરાઈ છે. પશ્ચિમ રેલ્વે દ્વારા દેશના વિવિધ ભાગોમાં દૂધ અને કોવિડ-19 સાથે સંબધિત દવાઓ, માસ્ક, અને અન્ય મેડિકલ સાધનો પહોંચાડવામાં આવે છે. રેલ્વે દ્વારા અમુલ દૂધ અને જનરલ ગુડ્સ(માલ) પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં લોકડાઉનના કારણે તમામ ક્ષેત્રોમાં નુકસાન થઈ રહ્યું છે. દેશની આર્થિક પરિસ્થિતિ સાથે દેશનું અર્થતંત્ર પણ કથણી ગયું છે જ્યારે કોરોનાના કારણે લગાવવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનના પગલે પશ્ચિમ રેલ્વેને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.. તો માર્ટ મહિનામાં પશ્ચિમ રેલ્વેને 207.11 કરોડનું નુકસાન થયું છે જ્યારે 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધીમાં 100.03 કરોડનું નુકસાન થયું છે. તો કોરોના વાયરસના કારણે પશ્ચિમ રેલ્વેને અત્યાર સુધી કુલ 307.14 કરોડનું નુકસાન થયું છે

Leave a Reply

Your email address will not be published.