////

TikTokના તરખાટને લઈ ભાજપના ધારાસભ્ય શું કહ્યું જાણો

થોડા સમય પહેલા જ બનાસકાંઠાના લાખાણી તાલુકાના ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં સમાજની દીકરીઓ ટિકટોકમાં વીડિયો બનાવીને બદનામ થાય છે. જેથી ટિકિટોક વાપરવા પર ઠાકોર સમાજની દીકરીઓ પર પ્રતિબંધ લાદયો હતો. જેનો આજે ધારાસભ્ય વિરેન્દ્વસિંહ જાડેજાએ સમર્થન કર્યુ છે.

સોશિયલ મીડિયા અને ટિકટોકના કારણે નકારાત્મક ભાવનાઓ વધતી હોવાનું જણાવી કચ્છના માંડવી-મુંદ્વાના ભાજપનાં ધારાસભ્ય વિરેન્દ્વસિંહ જાડેજાએ યુવાનોને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની તેંમજ ટિકટોક પર વીડિયો બનાવવાનો બહિષ્કાર કર્યો છે. તેમજ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે અપિલ કરી છે. વિરેન્દ્વ સિંહ જાડેજાએ લાખાણી તાલુકાના ઠાકોર સમાજના નિર્ણયને વધાવ્યો છે. ધારાસભ્યએ પોતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને શોૈશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી છે. આપણામાં એક કહાવત છે કે ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે તેના જેવી વાત થઇ છે.

ધારાસભ્યે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જમાવ્યુ હતુ કે, સોશિયલ મીડિયામાં નકારાત્મક ભાવનાઓ વધારતી પોસ્ટો વધી રહી છે અને યુવાનો સતત સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહીને પોતાનો અભ્યાસ તેમજ જવાબદારીઓથી દૂર થઇ ગયા છે. દેશનું યુવાધન બરબાદ થઇ રહ્યુ છે. ત્યારે ઠાકોર સમાજ દ્વારા લેવાયેલો નિર્ણય દીકરા-દીકરીઓએ ટીકટોક તેમજ અન્ય સોશિયલ મીડિયાનો વપરાશ સદંતર બંધ કરવો તે નિર્ણયને હું સંપૂર્ણપણે આવકારુ છું. 

Leave a Reply

Your email address will not be published.