
કોરોનાના કહેરને જોતા રાજસ્થાન ગયેલા કોંગ્રેસના ૬૮ ધારાસભ્યોને કોરોના વાયરસનો ચેપ ના લાગે તે માટે નાયબ મુખ્યમંત્રીએ તે તમામ ધારાસભ્યોની રાજસ્થાનથી પરત ફરતા પહેલા તપાસ માટે પત્ર લખ્યો હતો. જેથી વિપક્ષનાં નેતાએ આ અંગે જાહેરાત કરી હતી કે, રાજસ્થાનના ધારાસભ્યો કોરોના મુકતનું સર્ટિફિકેટ લઇને જ આવશે. ગુજરાત કોંગ્રેસના હાલ ૬૮ ધારાસભ્યો રાજસ્થાનના જયપુર ખાતે આવેલા રિસોર્ટમાં રોકાયા છે. આ ધારાસભ્યો જયારે ગુજરાત આવશે ત્યારે તેમનું સરકાર સ્કિનિંગ કરશે અને તેમનું સ્વાસ્થય સારૂ હશે તો જ તેમને વિધાનસભાના ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે કોંગ્રેસે જ તપાસમાં કોઇ અનિયતતા ન થાય તે માટે રાજસ્થાનથી જ તપાસ કરાવીને કોરોના મુકત દર્શાવતુ હેલ્થ સર્ટિફિકેટ લઇને ધારાસભ્યો આવશે તેમ કોંગ્રેસના નેતા પરંશ ધાનાણીએ જણાવ્યુ હતું.