
રાજયસભાની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જેથી ભાજપ અને કૉંગ્રેસ બન્ને રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતારી દીધા છે. પરતું ગઈકાલે રાજકીય પાર્ટી કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો હતો. કૉંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડા ફાડી રાજીનામુ ધરી દીધું હતું. ગઈકાલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કૉંગ્રેસના આ 4 ધારાસભ્યોનું રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. આ 4 ધટકસભ્યોના રાજીનામાં બાદ કૉંગ્રેસએ એક પછી એક બેઠકો પણ યોજી હતી તેમજ કેટલાક ધારાસભ્યોને જયપુર ખાતે રવાના પણ કરી દીધા હતા. કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી.
જેમાં અમિત ચાવડા , પરેશ ધાનાણી , અર્જુન મોઢવાડીયા , રાજીવ સાતવ , શક્તિસિંહ ગોહિલ , ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા. કૉંગ્રેસની ગઈકાલે મળેલી બેઠકમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણિએ ગોઠવણ પૂર્વક નિવેદન આપ્યું હતું. જેમાં ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. રાજયસભાની ચૂંટણીમાં કૉંગ્રેસજ જીતશે તેવા દાવોઓ કર્યા હતા. પરેશ ધાનાણીએ ભાજપમાં પણ કેટલાક ધારાસભ્યો નારાજ છે. તે પણ કૉંગ્રેસને સાથ આપશે. તેમજ વજનના તોલે જોખી અમારા ધારાસભ્યોને ખરીદ્યા છે. જોકે અમિત ચાવડા અને પરેશ ધાનાણીના નિવેદન પરથી ભાજપના પણ કેટલાક નારાજ ધારાસભ્યો કૉંગ્રેસના સંપર્કમાં હોવાનું જાણવા મળે છે. પરંતુ હવે એ જોવાનું રહશે કે કૉંગ્રેસના 4 ધારાસભ્યો તૂટ્યા બાદ પણ કોંગ્રેસ રાજયસભાની ચૂંટણી જીતશે કે નહીં અને ભાજપની તોડફોડની નીતિ કામ કરશે?