/

રાજ્યસભાના કકળાટ વચ્ચે શું કહ્યું જીતુ વાઘાણીએ જાણો

રાજયસભાની ચૂંટણીને લઇને રાજકારણ ચાલી રહ્યુ છે. વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસનાં ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીતે રાજીનામુ આપ્યુ છે. ગઇકાલે કોંગ્રેસનાં ૪ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. ભાજપે શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસમાં ૫ ધારાસભ્યોએ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિવાદો હોવાનું પણ સામે આવ્યુ હતું. ગુજરાતના ઇતિહાસમાં ભાજપના કહેવાથી કોંગ્રેસનાં ૫ ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ છે. આ ઘટનાને કોંગ્રેસ ગુજરાતના ઇતિહાસમાં કલંકિટ છે. તેવુ જણાવી કોંગ્રેસ આ ઘટનાને વગોળે છે. કોંગ્રેસે હોર્સ ટ્રેડિગનાં થાય તેના માટે કેટલાક ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે. પરંતુ જે ધારાસભ્યો રાજીનામુ આપવાના હતા.

તેઓ બહાનું બનાવીને જયપુર ગયા ન હતાં. જોકે વિપક્ષે પોતાના ધારાસભ્યોને જયપુર ખસેડાતા પ્રથમ વખત વિધાનસભાના ગૃહમાં વિપક્ષ ધારાસભ્યોની ગેરહાજરી વર્તાઇ રહી છે. રાજયસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. જેમાં આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ જણાવ્યુ હતુ કે, ક્રોસ વોટિંગ ભાજપના નહીં કોંગ્રેસનાં ધારાસભ્યો કરશે. રાજયસભાની ચૂંટણીએ લોકશાહીનું પર્વ છે. કોંગ્રેસે ધારાસભ્યોને બહાર મોકલી રાજયસભાની જનતા સાથે દ્વોહ કર્યો છે. કેમ કોંગ્રેસમાં આ પ્રકારની પરિસ્થતિ વારંવાર ઉભી થાય છે. કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહ્યુ હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.