///

ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે લલિત વસોયાએ નીતિન પટેલને શું કહ્યું !

તાજેતરમાં ગુજરાતનું બજેટ રજુ કરવામાં નાણામંત્રીએ ઉપલેટાની કોટેજ હોસ્પિટલનો મોડેલ હોસ્પિટલ તરીકે સમાવેશ કરતી વખતે બજેટ સ્પીચમાં લલિત વસોંયાનો ઉલ્લેખ કરતા વસોયા ઉકળી ઉઠ્યાને એક વિડીયોથી નીતિન પટેલના બજેટ સ્પીચમાં નાણાપ્રધાન નીતિન પટેલ શું બોલ્યા હતા.                                                  

નીતિન પટેલની બજેટ સ્પીચ બાદ ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયા એ નીતિન પટેલ ને સણસણતો નો જવાબ આપતા રાજકારણમાં ગરમાહટ આવી છે એક તરફ રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે તેવા સમયે જ લલિત વસોયાના વિડીયો નિવેદન થી ભાજપ અને કોંગ્રેસ વિચારતા થઇ ગયા છે તાજેતરમાં ગુજરાત સરકારનું વર્ષ 2020 નું બજેટ પસાર થયું હતું જેમાં ઉપલેટાની કોટેજ હોસ્પિટલ મામલે નાણામંત્રીએ કોંગ્રેસના ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલિત વસોયાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે વસોયાએ ના પડી છે કે હું આપના પાસે આવું છું તે વાત કોઈને કહેતા નહિ એ વાતનો મતલબએ નથી કે હું પાર્ટીનો વિરોધી છું આપણા જ પક્ષના કાર્યકરો અને આગેવાનોએ ઉપલેટા અને ધોરાજીમાં ચાલતા વિકાસના કામો બંદ કરાવવા ભાજપના જ કાર્યકરો આપની પાસે ભલામણ કરાવે છે અને મને બદનામ કરવાની કોસીસ કરે છે  હું જે પાર્ટીનો છું તેના માટે હું વફાદારીથી કામ કરું છું.

નીતિન પટેલને એક વિડીયો થી ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ઉધડ઼ા લીધા અને મોભમમાં કહી દીધું કે કોઈ ગેરસમજમાંના રહેતા મારી કાર્ય પદ્ધતિ પર કોઈ શંકા નથી સમગ્ર મામલમાં લલિત વસોયા એ નીતિન પટેલને રૂબરૂ મળી ઉપલેટાની કોટેજ હોસ્પિટલ માટે રજૂઆત કરી હતી અને સરકારે આ વખતના બજેટમાં આ કોટેજ હોસ્પિટલને મોડેલ હોસ્પિટલ બનાવવા બજેટમાં સમાવેશ કર્યો છે નીતિન ભાઈની બજેટ સ્પીચથી લલિત વસોંયા ઉકળી ઉઠ્યા હતા ને સ્પષ્ટ જણાવી દીધું હતું કે હું કોંગ્રેસનો વફાદાર સૈનીક છું અને પ્રજાના કામો માટે કોઈ પાસે જવું પડશે તો હું ખચકાઈશ નહિ.લલિત વસોયાએ વિડીયોમાં જણાવ્યું હતું કે ભાજપના જ કાર્યકરો અને આગેવાનો ઉપલેટા ,ધોરાજી તાલુકાના વિકાસના કામો હું કરું એ ભાજપના આગેવાનોને પસંદ નથી તેની પણ વિડીયોમાં સ્પષ્ટતા લલિત વસોયાએ કરી હતી અને નાણામંત્રીને આડેહાથે લીધા હતા. 

Leave a Reply

Your email address will not be published.