//

ધારાસભ્ય વીરજી ઠુમરે મોદી- રૂપાણી ને શું લખ્યો પત્ર?

અમરેલી  લાઠીના કોંગી ધારાસભ્ય વિરજી ઠુંમરે પીએમ મોદી અને સીએમ રૂપાણીને પત્ર લખી ખેડૂતો ના પાક વીમા મુદ્દે પરિપત્ર જાહેર કરવાની માંગ કરી છે.
કોંગ્રેસ અમરેલી લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીને એક પત્ર લખી માંગ કરી હતી કે ,ખેડૂતોના પાક વીમો મરજિયાત કરવાની વાત કરી છે તેમાં સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવાની માંગ કરી હતી

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમરે પત્રમાં જણાવ્યું હતુંકે ખેડૂતોને દુષ્કાળ અને અતિવૃષ્ટિના સમય ગાળા ખેડૂતોના પાકવીમાં બાકી છે તેનું શું ? તેવા સવાલો ઉઠાવ્યા.ખેડૂતો ના અગાઉના પાક વીમા ક્યારે ચૂકવાશે તેવો વેધક સવાલ પત્રમાં કરીને સરકારને ભીડવવાની વાત કરી હતી ..
વીરજી ઠુમ્મરે રાજ્યના ખેડૂતોનો પાકવિમો બાકી છે તે ચૂકવ્યો નથી તેને પિયત/બિન પિયતનો તફાવત રાખ્યા વગર ચૂકવવા માંગ કરી છે.

વીરજી ઠુમરે પોતાના પત્રમાં કટાક્ષ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હેલ્મેટ અંગેનો કાયદો મરજીયાત કરવા કરી શકે છે છતાં ફરી નિર્ણય બાદલાયાની જેમ પાકવિમો મરજીયાતની જાહેરાત ફેરવી તોલવાની સંભાવના બની શકે છે તો તે બાબતે પુનઃ વિચારણા કરી ખેડૂતોના હિત ખાતર પરિપત્ર જાહેર કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published.