કોંગ્રેસમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે નેતાઓ પોતપોતાનું લોબિંગ પ્રભારી રાજીવ સાતવને મળી કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી અંગે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે પાટીદાર ધારાસભ્યોની માગણી કરી છે ત્યારે લાગણી વ્યક્ત કરવાનો અધિકાર તમામને છે ઉમેદવાર અંગે હાઈકમાન્ડ અંતિમ નિર્ણય કરતા હોય છે હાઈકમાન્ડનો નિર્ણય સૌને માન્ય હોય છે.

મહત્વની વાત છે કે રાજયસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસનાં પાટીદાર ધારાસભ્યોએ એકતા બનાવીને પાટીદાર સમાજના ઉમદવારનેે જ ચૂંટણી લડવા માટે રાજયસભામાં મોકલવાનું જણાવ્યુ છે. રાજયસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજવાની છે. જેની તૈયારીઓ રાજનૈતિક પાર્ટીઓમાં ચાલી રહી છે. જેને લઇને કોંગ્રેસના પાટીદાર નેતાઓએ બેઠક યોજી હતી. ગઇકાલે મળેલી આ બેઠકમાં કોંગ્રેસનાં ૧૪ પાટીદાર ધારાસભ્યોએ મીટિંગ યોજી રાજયસભાની ચૂંટણીને અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠક ગાંધીનગરમાં ખાનગી સ્થળે યોજાઇ હતી. જેમાં ૪ કલાક સુધી કોંગ્રી પાટીદાર ધારાસભ્યોએ ચર્ચાઓ કરી હતી. ભૂતકાળમાં જોઇએ તો ઘણા સમયથી કોંગ્રેસે પાટીદાર સમાજને રાજયસભાની ચુંટણીમાં તક આપી નહોવાનું પાટીદારનેતાઓએ જણાવ્યુ હતું. જેને કોંગ્રેસમાં બે ઉમેદવારો પૈકી એક પાટીદાર સમાજનો ચેહેરો હોવાની માંગણી કરી છે. રાજયસભાની ચુંટણીમાં ઉમેદવારોના નામ અગ્રણીય નેતાઓ નક્કી કરે છે. પરંતુ પાટીદાર સમાજમાંથી ઉમેદવારો હોવા જોઇએ તેવું કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોએ જણાવ્યુ છે. જેની રજુઆત આગ્રહપૂવર્ક પ્રભારી રાજીવ સંતવ સંક્ષ પાટીદાર ધારાસભ્યો કરશે તેવી વાતો વહેતી થઇ છે.