આવતીકાલથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. જેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તેમજ વિધાર્થીઓ પણ સારા પરિણામની ચિંતામાં વધુ વાંચન કરી રહ્યા છે. તેમજ શિક્ષણ વિભાગ વિધાર્થીઓને પરીક્ષાખંડમાં કોઇ સમસ્યાઓના ઉભી થાય તેની તકેદારી રાખશે. તેમજ પરીક્ષામાં કોપી કેસ કે ચોરીના થાય તેના માટે શિક્ષણ બોર્ડે કડક કાયદાઓ પણ બનાવ્યા છે.

આવતીકાલથી ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં ગુજરાતનાં ૧૭.૫૩ લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી ધોરણ-૧૦ બોર્ડનાં ૧૦.૮૩ લાખ વિધાર્થીઓ છે. જયારે ધોરણ ૧૨ સાયન્સમાં ૧.૪૩ લાખ અને સામાન્ય પ્રવાહમાં ૫.૨૭ લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં ૧૩૭ ઝોેનમાં છે. જેમાં ૧૫૮૭ કેન્દ્વો છે. તેમજ ૫૫૫૯ બિલ્ડીંગમાં ૬૦૦૨૭ વર્ગખંડોમાં વિધાર્થીઓની પરીક્ષા લેવાશે.આવતીકાલથી શરૂ થતી પરીક્ષાઓનાં પેપરો ૧૩૭ ઝોનમાં પહોંચી ગયા છે. તેમજ પેપર લીક ના થાય તેમજ તેમજ સુરક્ષા માટે જયાં પેપર મૂકવામાં આવ્યા છે. તે ઝોનને સીલ કરીને બહાર ચુસ્ત સુરક્ષાઓ સાથે પોલીસનો પહેરો રાખવામાં આવ્યો છે.
ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનાં વિધાર્થીઓ કોઇક વખત પોતાની હોલટિકીટ પરીક્ષા કેન્દ્વમાં લાવવાની ભૂલી જતા હોય છે. જેનાં કારણે વિધાર્થીઓને સમસ્યાઓ ઉભી થાય છે. જેના કારણે જિલ્લા શિક્ષણ વિભાગે વિધાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. તેમજ તેનું પાલન કરવા કડક સૂચના આપી છે. જો વિધાર્થી પોતાની હોલ ટિકીટ ભૂલી ગયો હોય તો તેેને કેન્દ્વ પર જ ઓનલાઇન કાઢી આપવામાં આવશે. ચાલુ વર્ષે ઓનલાઇન હોલ ટિકીટ કરતા હવે વિધાર્થીઓને સ્થળ પર સ્થિતિ જોઇને કાઢી આપવામાં આવશે.