/

જૂનાગઢ જિલ્લાના કૃષિ વીજ જોડાણ મામલે શું કહ્યું ઉર્જામંત્રીએ ?

જૂનાગઢ જિલ્લામાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓને અગ્રતાના ધોરણે કૃષિવિષયક વીજજોડાણો આપવા સંદર્ભે વિધાનસભાગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં હાલની સ્થિતિએ આ યોજના હેઠળ એક પણ વીજ જોડાણ અરજી પેન્ડિંગ નથી. તેમણે ઉમેર્યું કે રાજ્યના નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વમાં જ ચાલતી આ સરકારનો મક્કમ નિર્ધાર છે કે રાજ્યનું એક પણ ગામ કે કોઈ ગામનો એક પણ છેવાડાનો વિસ્તાર વીજળીની સુવિધા વિનાનો ન રહે રાજ્ય સરકારના આ નિર્ધાર ફળીભૂત કરવાની દિશામાં મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે અને વધુ ને વધુ વીજ જોડાણ આપી ગરીબો અને ખેડૂતો સુધી વીજળીની સેવા આપવામાં આવી રહી છે.

31મી ડિસેમ્બર 2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર અને મહિસાગર જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ નવા કૃષિવિષયક વીજજોડાણો સંદર્ભે ગૃહમાં પૂછાયેલા પૂરક પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રી સૌરભ પટેલે ઉમેર્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ રૂપિયા 1486.78 લાખના ખર્ચે 777 નવા વીજ જોડાણો આપવામાં આવ્યા છે તે ઉપરાંત મહિસાગર જિલ્લામાં કુલ રૂ. 4156.99 લાખના ખર્ચે 3705 નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.