///

બજેટ ૨૦૨૦ : આજનાં બજેટમાં માછીમારો માટે શું કરાઇ જાહેરાતો જાણો !!

વિધાનસભાનાં બજેટ સત્રમાં પ્રથમ દિવસે નીતીન પટેલે નાના માછીમારોને નવી સહાયની યોજનાની જાહેરાત કરી છે. જેમાં નાના માછીમારોને એન્જિન ખરીદીમાં સહાય આપવાથી જાહેરાત કરી યોજનાના અંતર્ગત દરિયાઇ ફિશીગ બોટ, ૨ સ્ટોક, ૪ સ્ટોક, I.B.M. અને O.B.M એન્જિન ખરીદવા માટે નાના માછીમારોને યુનિટ કોસ્ટ ૧.૨૦ લાખનાં ૫૦ ટકા સહાય આપશે. જે માટે બજેટમાં મત્સ્યો ઉધોગની ૨૯ કરોડની જોગવાઇ મત્સ્યો વિભાગનાં નેતૃત્વ હેઠળ કરી છે.
મત્સ્યોધોગ માટે કેટલા કરોડની સહાય અપાશે?
૧. માછીમારોનાં બોટનાં એન્જિનમાં વપરાતા ડીઝલ પર વેટ વેચાણવેરા માફી યોજનામાં ૨૦૦ કરોડની જોગવાઇ કરી છે.
૨. માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર અને સુત્રાપાડાના મત્સ્યબંદરોનાં વિકાસ માટે વિવિધ સુવિધાઓ વિકસાવવા માટે ૧૫૦ કરોડની જોગવાઇ કરી છે.
. આંતરદેશીય અને દરિયાઇ મત્સ્યોધોગને નફો થાય અને સલામત બનાવવા માટે માછીમારોને આધુનિક સાધનો આપવામાં આવશે. માછીમારોના આધુનિક સાધનો પુરા પાડવા ૨૮૭ કરોડની જોગવાઇ કરી છે.
૪. માછીમારો દરિયો ખેડવા માટે જાય છે. દરમિયાનમાં કોઇ આપત્તિ સર્જાય શકે છે. તેના માટે માછીમારોને આપતિના સમયમાં બચાવવા માટે બોટ પર સેફટી સાધનો વસાવવા માટે ૨ કરોડની સાધન સામગ્રી માટે જોગવાઇ કરી છે.

Leave a Reply

Your email address will not be published.