LRD ભરતી પ્રક્રિયા વિવાદ સરકારે હાઇકોર્ટમાં શું જવાબ રજુ કર્યો જાણો

જાણોરાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી LRD ભરતીને લઇ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં આજે LRD વિવાદ મામલે સુનાવણી થઇ હતી અને સૌની નજર ગુજરાત સરકાર અને સરકારી વકીલ પર હતી. ત્યારે સરકારે આજે જે જવાબ રજુ કર્યો છે તે જોતા ચિત્ર સ્પષ્ટ તો નહિ પણ હાલ પૂરતો વિવાદ ઉકેલાય તેવું દેખાઈ રહ્યું છે.

રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજુ કરતા કહ્યું કે આંદોલનનો સુખદ અંત આવ્યો છે. નવો ઠરાવ હાલ પુરતો અમલમાં આવશે નહીં. જ્યારે 1 ઓગસ્ટ 2018ના ઠરાવનું પાલન થશે નહીં. આ મામલે 3 સપ્ટેમ્બર 2014ના પરિપત્ર મુજબ સરકાર કાર્યવાહી કરશે. આ અંગે વધુ સુનાવણી 11 માર્ચના રોજ યોજાશે.

Leave a Reply

Your email address will not be published.