///

દુનિયામાં સૌથી વધારે પરેશાન કરતો અવાજ કયો છે…

દુનિયામાં અલગ-અલગ પ્રકારના અવાજ રોજબરોજના જીવનમાં સાંભળવા મળે છે. જેમાં પશુઓથી માંડીને જીવ-જંતુઓ, પ્રાણીઓ, પક્ષીઓ તેમજ માણસના અવાજનો સમાવેશ થાય છે. ત્યારે એ જાણવું મહત્વનું બની જાય છે કે, દુનિયામાં સૌથી વધારે ખરાબ અવાજ કયો છે. આ અંગે વૈજ્ઞાનિક શોધ કરવામાં આવી છે. સાથે સાથે કેટલાક લોકોનો મત જાણ્યા પછી આ પ્રકારના અવાજની યાદી બનાવવામાં આવી છે. તો ચલો જાણીએ કે કયો અવાજ વધુ ખરાબ લાગે છે. જેના કારણે ચીડચીડિયાપણું, ગુસ્સો તેમજ ઉશ્કેરાટનો અનુભવ થાય છે.

કયા અવાજને લોકો વધુ નાપસંદ કરે છે..
ડર પેદા કરનાર અવાજને લોકો સૌથી વધારે નાપસંદ કરે છે. પરંતુ જ્યારે સૌથી ખરાબ અવાજ જાણવા માટે અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, લોકોને સાંભળવામાં કોઈ નુકસાની અથવા બીમાર થવાનો ભય લાગે તે પ્રકારના અવાજને તેઓ વધુ નાપસંદ કરતો હોય છે. દુનિયામાં આ પ્રકારનો વ્યવહાર લગભગ એકસમાન રીતે જોવા મળે છે.

ઉલ્ટી કરવાના અવાજને પણ ખરાબ અવાજ તરીકે માનવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ઉલ્ટીનો અવાજ સાંભળતાની સાથે જ આપણામાં એક ખરાબ ચિત્ર સામે આવે છે. જેના કારણે આપણને વધારે ચીડ થાય છે. મહત્વનું એ છે કે, ઉલ્ટીના અવાજને યાદીમાં સૌથી ઉપર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત બ્લેકબોર્ડમાં નખ ઘસડવાનો અવાજ, બાળકોના રડવાનો અવાજ, લોખંડના ટેબલને ઘસડવાથી થતો અવાજ, ધાતુને ધાતુ સાથે ઘસવાથી થતો અવાજ, રેલ્વે ટ્રેનને બ્રેક મારતાની સાથે થતો અવાજ, મોં ખોલીને ખાવાથી થતો અવાજ તેમજ કાંચની બોટલમાં ચાકૂ ઘસવાથી થતો અવાજ વગેરેનો ખરાબ અવાજની યાદીમાં સમાવેશ કરાયો છે. જોકે આ અવાજોમાં રસપ્રદ એ છે કે, આ અવાજો કોઈ ઘર્ષળ કે ટકરાવને કારણે ઉદભવે છે.

કેટલાક લોકો એવા હોય છે કે, જેમને કોઈ ખાસ પ્રકારના કોઈ અવાજથી સમસ્યા થાય છે. જેમ કે ઓફિસમાં જો કોઈ વારંવાર ટેબલ પર પેન ખટખટ કરે ત્યારે વધારે ચીડ કે તકલીફ થાય છે. આ પ્રકારના માનસિક ડિસઓર્ડરને મીજોફોનિયો પણ કહેવાય છે અને આ પ્રકારના દર્દીઓમાં ઝગડવા કે ભાગવાની પ્રવૃતિ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, અવાજોથી ઘેરાયેલી દુનિયામાં અવાજની પસંદગી નાપસંદગી સાથે જોડાયેલ વિજ્ઞાન સાઈકોલોજિ અને બાયોલોજિ સાથે જોડાયેલ છે.

Leave a Reply

Your email address will not be published.